ઊંઝા : એશિયાની સૌથી મોટી APMC માં નવ દિવસનું દિવાળી વેકેશન જાહેર : 27 ઓક્ટોબર થી યાર્ડ શરૂ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, ઊંઝા : એશિયા ની સૌથી મોટી ખેતીવાડી બજાર સમિતિ ઊંઝા દ્વારા દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માર્કેટયાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. એપીએમસી ઊંઝા ના ચેરમેન દિનેશભાઈ પટેલની સૂચના અનુસાર, ઇન્ચાર્જ સેક્રેટરી ભર્તીકાબેન પટેલની સહીથી એક પરિપત્ર જાહેર કરાયો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આથી માર્કેટયાર્ડના તમામ લાયસન્સદાર વેપારી ભાઇઓ, ખેડૂત ભાઈઓ, હમાલ-તોલાટ, હાથલારીવાળા ભાઈઓ તેમજ સબંધકર્તા તમામને જણાવવાનું કે, ઊંઝા વેપારી મંડળ અને શ્રી ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોશીએશનની સંયુક્ત માગણી અનુસંધાને આગામી દિપાવલીના શુભપ્રસંગે તારીખ : ૧૮/૧૦/૨૦૨૫ ને શનિવાર થી તારીખ : ૨૬/૧૦/૨૦૨૫ ને રવિવાર સુધી માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે અને તારીખઃ ૨૭/૧૦/૨૦૨૫, સોમવાર ના દિવસે સવારે ૯-૧૫ કલાકે શુભ મુર્હતથી માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. જેની દરેકે નોંધ લેવી.