હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી : રાત્રે 12 પછી લાઉસ્પીકર વગાડનાર સામે થઈ શકશે FIR
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગઈકાલે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આપેલા નિવેદન બાદ મીડિયાએ એવા સમાચારો ફેલાવ્યા હતા કે રાત્રે બાર વાગ્યા પછી પણ રાત્રે મોડે સુધી લાઉડ સ્પીકરો પર ગરબા રમી શકાશે પોલીસ બંધ કરાવવા આવશે નહીં જેને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા
ત્યારે રાત્રે 12 વાગ્યા પછી પણ લાઉડ સ્પીકર ચાલુ રાખવાના ગૃહ મંત્રીના નિવેદનના અર્થઘટન બાદ જાગૃત નાગરિક દ્વારા હાઇકોર્ટ ના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. નવરાત્રી દરમિયાન ગરબાના સમયનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મોડીરાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઈકાર્ટે કહ્યું કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.મોડીરાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે HCમાં રજૂઆત કરી છે કે, SC અને HCનો હુકમ છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા માટે કોઈ સૂચના ન આપી શકે.
નાગરિક દ્વારા મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાની થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નાગરિકની ફરિયાદ પર હાઈકોર્ટે કહ્યું કે, કોઈ નાગરિક 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉ જે હુકમો પસાર થયા છે તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે. હાઈકોર્ટે કહ્યું કે, નાગરિક ફરિયાદ કરશે તો 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર ગરબા ચાલી શકશે નહીં. નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે FIR દાખલ કરાવી શકે