BIG BREAKING : દિગજ્જ નેતા જય નારાયણ વ્યાસ નું ભાજપ માંથી રાજીનામુ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હોવાનો ગુજરાતના અગ્રણી મીડિયાએ અહેવાલ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત કર્યો છે.જો કે વ્યાસે ભાજપ માંથી રાજુનામું આપ્યું હોય તો એ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે.
અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી . આ આશ્ચર્યજનક મુલાકાત બંધબારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી . ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું .
જયનારાયણ વ્યાસ ગુજરાત સરકાર , ભાજપ સંગઠન અને કેટલેક અંશે કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે . પોતાને ભાજપના સક્રીય રાજકારણથી મુક્ત કર્યા હોવાનું સૂત્રોએ કહ્યું છે . અગાઉ સિદ્ધપુરના વિકાસ મામલે દુઃખ વ્યક્ત કર્યુ હતું ચાર મહિના અગાઉ સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ . જય નારાયણ વ્યાસ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું . સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ટેકેદારો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમમાં ડૉ . જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે , સિદ્ધપુરનો વિકાસ રૂધાયો છે . તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું . આરોગ્યલક્ષી સેવાઓ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ આ વિસ્તારમાં કર્યો છે , પણ તેમ છતાં કેટલાક લોકોની આડોડાઇને લઇ સ્થિતિ કથળી છે .