હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : શાળામાં શિસ્ત જાળવવા બાળકને ઠપકો આપવો કે સજા કરવી તે ગુનો નથી

હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : શાળામાં શિસ્ત જાળવવા બાળકને ઠપકો આપવો કે સજા કરવી તે ગુનો નથી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચે મહત્વનો ચુકાદો આપ્યો છે કે શાળામાં શિસ્ત જાળવવા માટે બાળકને ઠપકો આપવો અથવા સજા કરવી તે ગુનો નથી. કોર્ટે પ્રાથમિક શાળાના શિક્ષકની સજાના આદેશને રદ કરતા આ નિર્ણય આપ્યો છે. આ શિક્ષક પર તેની શાળાના બે બાળકોને લાકડીથી મારવાનો આરોપ હતો, જેના માટે તેને એક દિવસની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ કેસમાં જણાવ્યું છે કે,  શિક્ષકે શિસ્ત જાળવવા માટે ક્યારેક કઠોર થવું પડે તે માટે સજાઓ આપીશું તો શાળાઓ નહીં ચાલે. બાળકીઓને સોટીથી ઝૂંડનાર શિક્ષિકાની સજા રદ કરી દીધી છે.

આ કેસની સુનાવણી દરમિયાન ભરત દેશપાંડેની હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો. તેમણે કહ્યું, "પ્રાથમિક શાળામાં આ ઘટના એકદમ સામાન્ય છે. વિદ્યાર્થીઓને શિસ્ત આપવા અને સારી આદતો કેળવવા માટે શિક્ષકોએ કેટલીકવાર થોડું કડક થવું પડે છે, તે ગુનો નથી." કોર્ટે કહ્યું, વિદ્યાર્થીઓને સ્કૂલ એટલે મોકલવામાં આવે છે જેથી તેઓ શિક્ષણની સાથે જીવનના અન્ય પાસાઓ વિશે શીખે અને સમજે તે પણ એક શિસ્ત છે. શાળાનો ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક વિષયો જ ભણાવવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને જીવનના તમામ પાસાઓ માટે તૈયાર કરવાનો છે, જેથી ભવિષ્યમાં તેઓ સારી રીતે વર્તતા અને સારી રીતે વ્યકિત બની શકે.