અદાણી વધુ એક કંપની ખરીદવાની તૈયારીમાં, 4100 કરોડ રૂપિયાની બોલી લગાવી

અદાણી વધુ એક કંપની ખરીદવાની તૈયારીમાં, 4100 કરોડ રૂપિયાની બોલી લગાવી

Mnf network:  અદાણી વધુ એક કંપની ખરીદવા જઈ રહ્યા છે. આ કંપની લેન્કો અમરકંટક પાવર છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરે હવે લેન્કો અમરકંટક પાવરના ધિરાણકર્તાઓને રૂ. 4100 કરોડની ફરીથી ઓફર આપી છે. થર્મલ પાવર કંપની લેન્કો અમરકંટક પાવર હાલમાં નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર છ સપ્તાહમાં અદાણી પાવર તરફથી આ બીજી રિવાઇઝ્ડ ઓફર છે.

આ એ દર્શાવે છે કે અદાણી પાવર મુશ્કેલીમાં મુકાયેલી કંપની લેન્કો અમરકંટક પાવરને ખરીદવામાં ભારે રસ દાખવી રહી છે. અદાણી પાવરે લગભગ 10-11 મહિના પહેલા લેન્કો અમરકંટક પાવર માટે રૂ. 3650 કરોડની ઓફર કરી હતી. 95 ટકા ધિરાણકર્તાઓએ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC)ના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમની યોજનાની તરફેણમાં મત આપ્યો હતો.

અદાણી પાવર પાસે હજુ પણ તક છે, કારણ કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ PFC-ની આગેવાની હેઠળના કન્સોર્ટિયમના રૂ. 3020 કરોડના રિઝોલ્યુશન પ્લાનને સમર્થન આપ્યું નથી. પરંતુ, અદાણી પાવર માટે આ પડકારજનક હોઈ શકે છે, કારણ કે બે દેવાધારકો પણ વિજેતા બિડર કન્સોર્ટિયમનો ભાગ છે.

અદાણી ગૃપનો નફો 47 ટકા વધ્યો, EBITDA વધીને થયો 43,000 કરોડ રૂપિયા

અદાણી પાવરના શેર 6 મહિનામાં 90% થી વધુ વધ્યા

છેલ્લા 6 મહિનામાં અદાણી પાવરના શેરમાં 90% થી વધુનો વધારો થયો છે. 12 જૂન, 2023ના રોજ કંપનીના શેર રૂ. 271.60 પર હતા, જે 11 ડિસેમ્બર, 2023ના રોજ રૂ. 519.45 પર પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં અદાણી પાવરના શેરમાં લગભગ 33%નો વધારો થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 589.30 છે. તો 52 સપ્તાહનું નિમ્ન સ્તર 132.55 રૂપિયા છે.