વડીયાના અનીડા ગામે ખેડૂતને વીજ મીટર નહી હોવા છતાં પીજીવીસીએલે બીલ ફટકાર્યું
Mnf network: વડીયાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાનો દંડની નોટીસ મોકલનાર કુકાવવા પીજીવીસીએલ કચેરીનો વધુ એક ભગો સામે આવ્યો હોય તેમ વડીયાના અનિડા ગામના ખેડૂતને વીજ મીટર ના હોવા છતાં પીજીવીસીએલ્ વિભાગ દ્વારા વીજબીલ ફટકારવામાં આવ્યા હતા ને ખેડૂતે વગર મીટરે વીજબીલ ના ભરતા કોર્ટમાં ઢસડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે પીજીવીસીએલ વિભાગ દ્વારા હજુ થોડા દિવસ પહેલા 1 રૂપિયાના દંડની નોટીસ ફટકારી કોર્ટમાં લોક અદાલતમાં લઈ જવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં વડીયા ના અનીડા ગામના ખેડૂત ચુનીભાઈ દેસાઈએ ખેતીવાડી વીજ કનેક્શન ની માંગણી કરી હતી ને વાડીમાં વીજ કનેક્શન ના થાંભલા નખાઈ ગયા પણ વીજ મીટર ખેડુત ચુનીભાઈ દેસાઈ ને ત્યાં લગાવ્યું નહિ ને બે મહિને વીજ વપરાશ ના બિલ ાલદભહ વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યા હતા પીજીવીસીએલ નુ મીટર ના હોય ને વીજબિલમાં પણ મીટર ના હોવાનો વીજ રીડર કર્મીએ ઉલ્લેખ કર્યો હોવા છતાં ખેડૂતને ત્રણ ત્રણ વર્ષથી કરાઈ હેરાન પરેશાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે જ્યારે વીજ મીટર ના હોવા છતાં ખેડૂતને કોર્ટમાં ઢસડી જનાર કુકાવાવ પીજીવીસીએલ વિભાગના ત્રાસથી ખેડૂત ચુનીભાઈ દેસાઈ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.