Breaking/ રાજ્યસભાની 56 સીટો માટે ઇલેક્શન ની તારીખ જાહેર કરાઈ, ગુજરાતમાં ચાર સીટ માટે જંગ

Breaking/  રાજ્યસભાની 56 સીટો માટે ઇલેક્શન ની તારીખ જાહેર કરાઈ, ગુજરાતમાં ચાર સીટ માટે જંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં આગામી એપ્રિલ માસમાં રાજ્ય સભાની 4 સીટ પરના સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય સભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યોમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરી છે.

15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે જેના પર 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.