વડોદરામાં મોડી રાત્રે હોસ્પિટલમાં જ મારા મારી થતાં તંત્રની સિક્યુરિટી વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ
મારા મારીને લઇ તંત્રની સિક્યોરિટી વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ
વિડિયો થયો વાયરલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે મારામારીનો થઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ગત મોડી રાત્રનો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ મારામારી થતાં કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હતા, ત્યારબાદ અન્ય શખ્સો હોસ્પિટલમાં આવીને સ્ટાફને ખબર પડે તે પહેલા સારવાર માટે આવેલા દર્દીઓ સાથે હથિયારો વડે મારામારી ચાલુ કરી દીધી હતી. જોકે, શા માટે મારામારીનો બનાવ બન્યો તે અંગે હોસ્પિટલ તંત્રને જાણ નથી, મામલો ઉગ્ર બનતા હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલીક પોલીસને જાણ કરાઇ હતી.
આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડી.કે.હેલૈયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગઈકાલે દર્દીઓ તાત્કાલિક સારવાર વિભાગમાં આવેલા હતા. જેમાં કાસમઆલા કબ્રસ્તાનથી આવેલા હુસેન કાલુમિયા સુન્ની અને જાવેદ શેખ આ લોકોને કંઈક મારામારી થઈ હશે. આ મારામારી બાદ ઇજાઓ થતા તેઓ સારવાર માટે અહીં આવ્યા હતા અને આ બનાવને લઇ કેટલાક શખ્સો ટોળામાં આવેલા હતા. સ્ટાફને ખબર પડે તે પહેલાં ઉશ્કેરાટમાં અને ઉશ્કેરાટમાં મારામારી થઈ હતી, ત્યારબાદ અમારો સ્ટાફ તાત્કાલિક પહોંચી અને પોલીસને જાણ કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો.