ઊંઝા : ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારને ભાજપના નેતાએ ખુલ્લો પાડ્યો : અધિકારી ખુલ્લેઆમ પૈસા ઉઘરાવતો હોવાનો આક્ષેપ
પ્રધાનમંત્રી મોદીના માત રે વતનમાં જ ચાલતો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર
ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખે અધિકારી પૈસા ઉઘરાવતો હોવાનો મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કર્યો આક્ષેપ
સામાન્ય જનતા અને ભાજપના કાર્યકરો ની અવગણના કરતો અધિકારી
અધિકારી કહે છે, "કોઈની લાગવગ નહીં પરંતુ પૈસો જ બોલે છે "પત્રમાં આક્ષેપ
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (જશવંત પટેલ ) : ગુજરાતની ભાજપ સરકારના નેતૃત્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માટે વતન મહેસાણા જિલ્લામાં અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ પદાધિકારી નેતાએ કરતા હોવાનો પત્ર વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સ્વચ્છ પારદર્શક વહીવટ ની વાતો કરનાર ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો પર્દાફાશ ભાજપના જ નેતાએ કરતા હવે સરકારના પગ નીચે રહેલો આવી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, મહેસાણા DILR અને SLR વિભાગમાં ગેરરીતી આચરવામાં આવી રહી છે. વધુમાં તેમણે પત્રમાં લખ્યું છે કે, મહેસાણા જિલ્લામાં આવેલ જમીન શાખા (DILR)માંઊંઝા તાલુકા સર્વેયર તરીકે ફરજ બજાવતા ધ્રુવ પટેલ નામના અધિકારી છેલ્લા ઘણા સમયથી ઊંઝા તાલુકાના લોકો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જમીન બાબતની સમસ્યાઓના સમાધાન માટે અરજદારો પાસે રૂપિયા માગીને ભ્રષ્ટાચાર આચરે છે તેમજ સદર સર્વેયર DILR વિભગના સીનીયર કર્મચારીઓની સુચનાનું પાલન કરતા નથી.
વધુમાં તેમણે લખ્યું છે કે, સદર કચેરીમાં અરજદારો કામ અર્થે જાય છે ત્યારે ધ્રુવ પટેલ (સર્વેયર) કહે છે કે, અહિયાં કોઈ નેતાની કે રાજકીય ઓળખાણ નહિ પણ રૂપિયા ચાલે છે. આ બધી ગેરરીતિમાં ઉપરોક્ત સર્વેયરને વડી કચેરી SLR માંથી જ સપોર્ટ આપવામાં આવે છે. આથી ઉપરોક્ત બાબતોને ધ્યાને રાખી ભ્રષ્ટાચારને ડામવા માટે મહેસાણા DILR માં ફરજ બજાવતા ઊંઝા તાલુકા સર્વેયર ધ્રુવ પટેલ સર્વેયર અને SLR વિભાગના મુખ્ય અધિકારી આ બન્નેની તાત્કાલિત ધોરણે મહેસાણા જિલ્લા માંથી અન્ય જિલ્લામાં બદલી કરવા માટે હર્ષદભાઈ પટેલે મુખ્યમંત્રીને જાણ કરી છે.