ઊંઝા : બુથ કાર્યકર્તા સંમેલન પહેલા ખળભળાટ : કાર્યકરોમાં સળવળાટ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) : ઊંઝા શહેરમાં આજે ઊંઝા વિધાનસભા બુથના 500 થી વધારે મતોની લીડ મેળવનાર બુથ કાર્યકર્તાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહેવાના છે.
( તસવીરમાં જ્યાં કાર્યક્રમ યોજવાનો છે ત્યાં સરદાર પટેલ ટાઉન હોલ પાસે લગાવેલું આ બેનર જેમાં સાંસદ નો ફોટો દેખાતો નથી )
ત્યારે નગરમાં ઠેર ઠેર કાર્યક્રમ સંદર્ભે બેનરો લગાવવામાં આવ્યા છે.પરંતુ આ બેનરોમાં સાંસદ શારદાબેન પટેલ નો ફોટો ક્યાંય પણ નજરે નહીં ચડતા કાર્યકરોમાં અનેક તર્ક વીતર્ક શરૂ થયા છે.
કાર્યક્રમ સંદર્ભે નગરમાં લગાવેલા બેનરો સોશિયલ મીડિયામાં પણ જોર શોર થી વાયરલ થઈ રહ્યા છે.જેને લઈને કાર્યકરોમાં સળવાળા શરૂ થયો છે. સવાલ એ ઉઠી રહ્યા છે કે પ્રોટોકોલ પ્રમાણે પણ શું સાંસદ નો ફોટો બેનરમાં ન હોવો જોઈએ ? વારંવાર થતી આ ભૂલો શું દર્શાવે છે ? સમગ્ર મુદ્દો ટોક ઓફ થી ટાઉન બન્યો છે.