ઊંઝા ભાજપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી : વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ

ઊંઝા ભાજપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી :  વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ , ઊંઝા : ઊંઝા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને સ્વચ્છ હરિત પર્યાવરણના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણનું જતન કરવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા આગામી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ નિર્માણ કરવા માટે સૌને સંકલ્પ લેવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કે કે પટેલ,  ઊંઝા નગરપાલિકાના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ ઊંઝા જેસીસ પ્રમુખ અલ્કેશભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.