સુરત ભાજપમાં ભંગાણ : મરાઠી પાટીલ સમાજના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલ દીપક પાટીલ સહિતના અગ્રણીઓ AAPમાં જોડાયા

સુરત ભાજપમાં ભંગાણ : મરાઠી પાટીલ સમાજના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલ દીપક પાટીલ સહિતના અગ્રણીઓ AAPમાં જોડાયા

મોર્નિંગ ન્યુઝ નેટવર્ક : સુરત ભાજપમાં મોટું ગાબડું પડી હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે સુરત ભાજપમાં મરાઠી પાટીલ સમાજના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલ મરાઠી સમાજના અગ્રણી એવા દીપક પાટીલ અને મરાઠી સમાજના અન્ય અગ્રણીઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ AAP માં જોડાનાર આ અગ્રણીઓનેે આવકાર્યા.

દિપક આર પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે, તારીખ1 13 મે, 2021 ના રોજ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટલીયા એમના હસ્તે હું દિપક આર પાટીલ અમારી 40 તે 50 લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટી માં વિધિવત રીતે જોડાયા . લોકતંત્ર માં એક મજબૂત વિપક્ષ ની ભૂમિકા હોવી જરૂરી હોય છે .

તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસ પાર્ટી જાણે સુસ્ત બની ગઈ છે પરંતુ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો નો ભવ્ય વિજય થતાં હવે સુરતમાં એક મજબૂત વિપક્ષ બન્યો છે એટલું જ નહીં પરંતુ આ મજબૂત વિપક્ષને કારણે સુરતની જનતાને ઘણો મોટો ફાયદો થઇ રહ્યો છે સાથે સાથે વિકાસના કામો પણ હવે ઝડપી બનશે આમ આદમી પાર્ટી સાચા અર્થમાં લોકશાહી ની વ્યાખ્યા ને સાર્થક કરી રહી છે ત્યારે તેની કાર્યપદ્ધતિથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું તેમણે મીડિયાને જણાવ્યું હતું.