સફેદ પટ્ટા નો કાળો કારોબાર : ભાજપ શાસિત ઊંઝા નગર પાલિકાનો વધુ એક વિવાદ બહાર આવતા ખળભળાટ

સફેદ પટ્ટા નો કાળો કારોબાર : ભાજપ શાસિત ઊંઝા નગર પાલિકાનો વધુ એક વિવાદ બહાર આવતા ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી અનેક વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે તાજેતરમાં રોડ રસ્તાઓ પર સફેદ પટ્ટા ને લઈને નવો વિવાદ સર્જાયો છે જે અંગે ઊંઝાના જાગૃત નાગરિક ભાવેશ પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

અત્રે નોંધનીય છે કે ભાવેશ પટેલ ઊંઝા નગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાયા હતા. જેઓ વિપક્ષ નેતા હતા અને શહેરના વિકાસને લઈને અનેકવાર પોતાનો અવાજ ઉઠાવતા રહ્યા હતા. ઊંઝા નગરપાલિકા ના અનેક કૌભાંડોને તેમને ઉજાગર કર્યા હતા. જેને લઈને સત્તાધારી પક્ષે સત્તાનો ઉપયોગ કરીને તેમને નગરસેવક માંથી સસ્પેન્ડ કરાવ્યા છે, છતાં પણ નગરના વિકાસને અને નગરના હિતને ધ્યાનમાં રાખીને તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે.

ભાવેશ પટેલે ચીફ ઓફિસર ને લખેલો પત્ર

પ્રતિ,

રવિકાંત બી પટેલ,  

મુખ્ય અધિકારીશ્રી,

ઊંઝા નગરપાલિકા,ઊંઝા 

વિષય :- ઊંઝા નગરપાલિકા જાહેર રોડ-રસ્તા ઉપર થર્મો પ્લાસ્ટ વ્હાઈટ કલરના પટ્ટાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પ્રમાણમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરેલ હોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવા બાબત, 

જય ભારત,

ઊંઝા નગરપાલિકા દ્વારા રૂ. 14,50,000/- થી વધુના ખર્ચે જાહેર રોડ-રસ્તા ઉપર થર્મો પ્લાસ્ટ વ્હાઈટ કલરના પટ્ટા લગાવવામાં આવેલ છે. જે કલર પટ્ટા ખૂબ ટૂંકા સમય ગાળામાં મોટાભાગની કેટલીક જગ્યાઓ પર સંપૂર્ણ રીતે દુરસ્તી(લુપ્ત) થઈ ગયેલ છે.

 થર્મો પ્લાસ્ટ વ્હાઈટ કલરના પટ્ટાના કામમાં મોટા પ્રમાણમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાનો ગેરરીતિ આચરેલ છે. જે સામે ઊંઝા પાલિકાના વપરાયેલ નાણાં નું 100% કામ લેવું એ આપશ્રીની નૈતિક જવાબદારી છે, સદર કામ માં થયેલ ગેરરીતિ સામે યોગ્ય પગલાં લઈ જાહેર રોડ-રસ્તા ઉપર થર્મો પ્લાસ્ટ વ્હાઈટ કલરના પટ્ટા દુરસ્તી (લુપ્ત) થયેલ તમામ જગ્યાઓ પર પુન થર્મો પ્લાસ્ટ વ્હાઈટ કલરના પટ્ટા લગાવવા તરફ યોગ્ય કાર્યવાહી હાથ ધરશો ,

 

                                                  ભાવેશ કે પટેલ,

ઊંઝામાં પ્રથમવાર ભાજપનું શાસન આવ્યું હતું. પરંતુ સત્તાધીશો નગરના વિકાસને બદલે વિવાદોમાં જ સતત ઘેરાતા આવ્યા છે જેને લઇને ક્યાંક ને ક્યાંક સત્તાધીશોની નિયત સામે ઊંઝા નગરજનોમાં અનેક તર્ક વિતર્કો જાગ્યા છે.