ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ : આ નેતાને મળી શકે છે મોટી જવાબદારી

ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ : આ નેતાને મળી શકે છે મોટી જવાબદારી

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાતના રાજકરાણમાં અત્યારે વિપક્ષ શાંત છે, પરંતુ ભાજપનું આતંરિક રાજકારણ છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. પત્રિકા કાંડ હોય કે, જામનગરમાં ધારાસભ્ય-સાસંદનો વિવાદ હોય, શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં આતંરિક ડખા વધી ગયા છે.

 સી આર પાટીલનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ જુલાઇ મહિનામાં પુરો થયો છે, ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગુજરાતની જીતનું પાટીલને મોટું ઇનામ મળી શકે છે અને કેન્દ્રના સંગઠનમાં અથવા મંત્રી તરીકેની મોટી જવાબદારી મળી શકે છે, પરંતુ એવો કોઇ ફેરફાર થયો નહી એટલે જાણકારોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં પાટીલની ભૂમિકાને મહત્ત્તવની માનીને તેમને આડકતરી રીતે એકસ્ટેશન આપી દેવામાં આવ્યું છે, એની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે ગુજરાત ભાજપના સંગઠનમાં 15 સપ્ટેમ્બર પછી મહામંત્રીથી લઇને છેક નીચલી કેડર સુધી મોટા ફેરફારો થઇ શકે છે અને તેમાં રજની પટેલને કમલમ સહિતની મોટી જવાબદારી મળી શકે તેવા મીડિયા અહેવાલો વહેતા થયા છે.