ઊંઝા નગર પાલિકામાં સત્તા બચાવવા ભાજપના મરણિયા પ્રયાસ : CM સાથે કિરીટ પટેલે કેમ કરી ખાનગી બેઠક ?
ઊંઝા નગરપાલિકા પ્રમુખ ચૂંટણી મામલો
આજરોજ ઊંઝા ના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા CM સાથે કરી મુલાકાત કરાઈ - સુત્ર
મહેસાણા ખાતે આજરોજ શંકુઝ ખાતે કાર્યકમમાં CM ઉપસ્થિત રહ્યા હતા
કાર્યકમ બાદ CM સાથે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા બંધ બારણે કરવામાં આવી મુલાકાત - સુત્ર
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકામાં ભાજપના હાથમાંથી સત્તા સરકી રહી હોય તેઓ અંદાજ આવતા હવે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને કોઈના કોઈ પ્રકારે સત્તા બચાવવા માટે મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે.
ત્યારે તાજેતરમાં પ્રાપ્ત થયેલ મીડિયા અહેવાલો મુજબ ઊંઝા ના ધારાસભ્ય કિરીટ પટેલ ની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મહેસાણા શંકુઝ ખાતે બંધ બારણે બેઠક થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં ઊંઝા નગરપાલિકામાં ભાજપના હાથમાંથી સરકી જતી સત્તા બચાવવા માટેની ચર્ચા થઈ હોય તેવી અટકણો તેજ બની છે.