સુરત : મેયર દ્વારા બોટિંગ બંધ નો આદેશ : બોટનિકલ ગાર્ડનમાં બોટિંગ ? જાણો હકીકત
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા) : વડોદરામાં હરણી તળાવમાં 17 માસુમ જિંદગીઓએ બોટિંગમાં પોતાનો જીવ ગુમાવ્યા પછી પણ ગુજરાતમાં હજુ અનેક ઠેકાણે વિવિધ લેક માં ચાલતી બોટીંગ માં લાલીયાવાડી ચાલી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.ત્યારે તાજેતરમાં સુરતમાં બોટનિકલ ગાર્ડનમાં રિયાલિટી ચેક કરતાં બોટિંગ જોવા મળ્યું હતું.
જો કે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા જ્યારે ઉગત બોટનિકલ ગાર્ડનમાં ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે એક બોટ ચાલુ અવસ્થામાં જોવા મળી હતી જેમાં માત્ર એક વ્યક્તિ લાઇફ જેકેટ પહેરીને ને બોટ માં પેન્ડલ મારતો કેમેરામાં કેદ થયો હતો.ત્યાં હાજર વ્યક્તિએ જણાવ્યું હતું કે આ ચાલે છે એ બોટ તો પાણીમાં રહેલ માછલીઓ ને ખાવાનું આપવા ચલાવવા માં આવી રહી છે.
જો કે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા લેવાયેલ વિડિયો મેયર ને મોકલવામાં આવ્યો હતો. પરંતુ મેયર તરફથી આ બાબતે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આવી ન હતી. અત્રે નોંધનીય છે કે રિયાલિટી ચેકિંગ દરમિયાન ત્યાં બે બોટ બંધ અવસ્થામાં પડેલી જોવા મળી હતી. જે બોટ લેક માં બોટિંગ કરતી હતી તે ખરેખર માછલીઓને ખાવાનું આપવા માટે ફરી રહી હતી કે પછી કેમ તે જોવું રહ્યું !