ચર્ચાતો સવાલ : PM મોદીના વતન વડનગરમાં કોણ બનશે પાલિકા પ્રમુખ ?

ચર્ચાતો સવાલ : PM મોદીના વતન વડનગરમાં કોણ બનશે પાલિકા પ્રમુખ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરમાં નગરપાલિકામાં ભાજપ 28 માંથી 26 બેઠકો ઉપર જીત મેળવવામાં સફળ થયું છે. હવે નગરપાલિકામાં પાલિકા પ્રમુખ કોને બનાવવા તેને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે, ત્યારે તાજેતરમાં જ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 

જોકે વડનગર નગરપાલિકામાં આ વખતે પ્રમુખ પદ માટે મહિલા ઉમેદવાર છે ત્યારે હાલમાં વડનગરમાં બે મહિલાઓના નામ ખૂબ જ ભારે ચર્ચામાં છે. જેમાં વોર્ડ નંબર 4 માંથી મિતિકાબેન નિલેશભાઈ શાહ અને વોર્ડ નંબર 7 માંથી હેતલબેન રાજેશકુમાર પટેલ ના નામ ભારે ચર્ચામાં છે. ત્યારે હવે કોના નામ પર મહોર વાગી શકે છે એ તો આવનાર સમય જ બતાવશે. 

પરંતુ ભાજપના વર્તુળોનું માનીએ તો ભાજપ હંમેશા કંઈક નવું કરવા માટે જ ટેવાયેલું છે. જોકે બંને ઉમેદવારો પૈકી મિતિકાબેન શાહ એ હેતલબેન પટેલ કરતા વધારે ઉંમરલાયક અને અનુભવી હોવાનું મનાય છે. ત્યારે કદાચ બહોળા અનુભવને ધ્યાનમાં લઈને ભાજપ પસંદગી કરશે કે પછી હેતલબેન પટેલ કે જેઓ મિતિકાબેન કરતા ખૂબ જ વધારે યંગ છે. અને યંગ જનરેશનને પ્રમોટ કરવા ના હેતુથી હેતલબેન ને પ્રમુખ બનાવશે એ તો હવે આવનાર ટૂંક સમયમાં જ ખબર પડી જશે ! જે હોય તે પરંતુ વડનગર નગરપાલિકાનું સુકાન કોના હાથમાં જશે ? તેને લઈને નગરજનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.