Exclusive: ઊંઝાના કિરીટ પટેલ અને વિસનગરના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર !
24 સભ્યોની સંખ્યાબળ ધરાવતી વિસનગર તાલુકા પંચાયત.
17 સભ્યો ભાજપના, 6 કોંગ્રેસના અને 1 આમ આદમી પાર્ટીના છે.
અઢી વર્ષની આગામી ટર્મ માટે પ્રમુખની બેઠક એસસી મહિલા માટે અનામત છે.
ભાજપના 17 સભ્યોમાં એક પણ એસસી મહિલા નથી.
પુદ ગામ બેઠકથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલાં પુષ્પાબેન વણકર જ માત્ર પ્રમુખ માટે લાયક.
ભાજપે હવે કોંગ્રેસના ઉમેદવારને ભાજપનો ખેસ પહેરાવવા હલકી કક્ષાની રાજનીતિ શરૂ કરી.
આરોગ્ય મંત્રી નું નાક કપાય તેવી સ્થિતિ..
વિસનગર સચવાતું નથી ત્યાં આરોગ્ય મંત્રી ઊંઝાના રાજકારણમાં ન.પા.માં ભાજપ નું પ્રમુખ પદ બચાવવા હવાતિયા મારી રહ્યા છે.
ઊંઝા નગરપાલિકામાં પણ ભાજપના જ છ નગરસેવકો થયા છે નારાજ.
ઊંઝા નગરપાલિકામાં ભાજપ એ સત્તા ગુમાવવી પડે તેવી સ્થિતિ
ઊંઝા ભાજપના ધારાસભ્ય નગરપાલિકામાં ભાજપની સત્તા બચાવવા રહી રહીને જાગ્યા
અઢી વર્ષમાં ભાજપના શાસનમાં માત્ર અને માત્ર થયા છે મસ મોટા કાંડ ...ત્યાં સુધી ધારાસભ્ય ચુપ રહ્યા
હવે નગરપાલિકામાં સત્તા બચાવવા હવાતિયા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : વિસનગર તાલુકા પંચાયત અને ઊંઝા નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે વિસનગર તાલુકા પંચાયતમાં હાલમાં ભાજપ પાસે એક પણ એસસી મહિલા ઉમેદવાર નથી જ્યારે કોંગ્રેસના એકમાત્ર મહિલા ઉમેદવાર એસસી છે.તેથી સગા હાથે હવે ભાજપે તાલુકા પંચાયતનું પ્રમુખ પદ કોંગ્રેસને આપવું પડે તેવી સ્થિતિ સર્જાય છે.ત્યારે આરોગ્ય મંત્રી હવે પોતાના જ ઘરમાં ભાજપની સત્તા ટકાવી રાખવા માટે હવાતિયા મારવા લાગ્યા છે.
તો બીજી બાજુ ઊંઝા નગરપાલિકામાં પણ અઢી વર્ષના ભાજપના શાસનમાં થયેલા મસ મોટા કાંડને કારણે ખુદ ભાજપના જ નગરસેવકો હવે ભાજપની સામે મેદાને પડ્યા છે. જેથી નગરપાલિકામાં પણ ભાજપે સત્તા ગુમાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જે પ્રમાણે સ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણે જો વિસનગર અને ઊંઝામાં ભાજપ એ સત્તા ગુમાવવાનો વારો આવે તો ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને વિસનગરના ધારાસભ્ય તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની રાજકીય પ્રતિષ્ઠા ખરડાઈ શકે છે.