ઊંઝા : રાજેશ પાવર કોન્ટ્રાક્ટ અને જવાબદાર સ્થાનિક અધિકારીઓ સામે ફરિયાદ નોંધો : પાલિકા કોર્પોરેટર

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઘણીવાર તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે ગુજરાત રાજ્યમાં અનેકો નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે, જેને ધ્યાને લઈ કોઈ કોઈ આકસ્મિક ઘટના ઘટે તે પહેલાજ ઊંઝા નગર પાલિકા કોર્પોરેટર અલ્કેશભાઈ પટેલે જવાબદાર અધિકારીઓને ઊંઝા શહેરમાં અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ કામગીરી UGVCL દ્વારા રાજેશ પાવર એજન્સીને સોંપેલ જે અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ કામગીરી અંતર્ગત ડીપી(D.P) ઓટલા જેમાં જમીન લેવલે તળિયે PCC વર્ક અને તેના ઉપર( ચણતર-પ્લાસ્ટર) ગુણવત્તા સહ ઈટ-સિમેન્ટ-રેત -પાણીનું ચોક્કસ જથ્થા મુજબ મિશ્રણ કરી કામગીરી થી નિર્માણ કરવાનું હોય છે તેમ છતા એજન્સી કોન્ટ્રાક્ટર શરતોનો ભંગ કરી ઈરાદા પૂર્વક ઈટ-સિમેન્ટ-રેત થી ડીપી(D.P) ઓટલા ચણતરનું કામ ખૂબજ હલકી ગુણવત્તા મટીરીયલ વાપરેલ જેના કારણે ભારે વરસાદ કે અન્ય આપદા સમયે એજન્સી દ્વારા હલકી ગુણવત્તા મટીરીયલ થી બનાવેલ ડીપી(D.P) ઓટલા ધરાસાઈ થઈ શકે છે જેના કારણે માનવ સર્જિત દુર્ઘટના થી નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ શકે તેની જાણ કરેલ હતી.
ઉપરોક્ત રજૂઆત બાદ ઊંઝા સીટી નાયબ ઈજનેર કેતનભાઈ પંચાલે પત્ર તાઃ13/01/2025, જણાવ્યા મુજબ હલકી ગુણવત્તા કામ અંગે એજન્સીને નોટિસ આપેલ છે તેવું જણાવેલ.પરંતુ હકીકત માં ઊંઝા સીટી નાયબ ઈજનેરની કામના નિરીક્ષણની પ્રથમ ફરજ હોવા છતાં ઈરાદા પૂર્વક હલકી ગુણવત્તા થી થતા કામ સામે આંખ આડા કાન કરી કોન્ટ્રાક્ટર સાથે મેળાપીપણામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ફલીત થાય છે તેવું ચર્ચાતું હતું.
ત્યારબાદ કોર્પોરેટર અલ્કેશ ભાઈ પટેલે ઊંઝા સીટી નાયબ ઈજનેર કેતનભાઈ પંચાલ નાઓના પત્ર તા:18/01/2025, ના રોજ Right to Information.(RTI) એક્ટ અન્વયે ઊંઝા શહેરમાં UGVCL દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ કામગીરી ટેન્ડર તેમજ કોન્ટ્રાક્ટર એગ્રીમેન્ટની વિગતો માંગલ જેનો RTI એક્ટ મુજબ દિન 30 તે અંગેની માહિતી આપવાની હોય છે જે અંગે મર્યાદિત દિવસ વિત્યા છતાં કોઇપણ પ્રકારની માહિતી ન આપી માહિતી અધિકાર એક્ટનો ઈરાદા પૂર્વક ઊંઝા સીટી નાયબ ઈજનેર કેતનભાઈ પંચાલ ના ઓએ ભંગ કરેલ છે.
ઉપરોક્ત સખ્ત રજૂઆતો તેમજ ન્યૂઝ મીડિયામાં અહેવાલ પ્રકાશિત થાય બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર દેખાવ માટે 7-10 (D.P) ઓટલાનું સમાર કામ હાથ ધરેલ જે કામગીરી તાજેતરમાં પૂર્ણ કરવા બાદ પુન ઓટલાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જેથી સ્પષ્ટ થાય છે કે અમારી રજૂઆત પહેલાં રાજેશ પાવર કોન્ટ્રાક્ટર તેમજ સ્થાનિક અધિકારીઓના મેળાપીપણામાં ઈરાદા પૂર્વક ઊંઝા શહેરમાં અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ કામગીરીમાં હલકી ગુણવત્તાનું કામ કરી ભ્રષ્ટાચારમાં આચરવામાં આવતો હતો જે અન્વયે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તેમજ ભારતીય દંડ સંહિતા અન્વયે પોલીસ ફરિયાદ દાખલ કરવા ની કાર્યવાહી કરવા રજૂઆત છે.