ઊંઝા : શહેર ભાજપ પ્રમુખ ની વરણીમાં પાટીદારોની બાદબાકી મુદ્દે હવે SPG ગ્રુપ પણ આવ્યું મેદાનમાં !

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ઊંઝા શહેર ભાજપ પ્રમુખની નિયુક્તિમાં પાટીદાર ચહેરાની બાદબાકીને મુદ્દે પાટીદારોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે તાજેતરમાં ભાજપના સ્થાપના દિન નિમિત્તે યોજાયેલી ધ્વજ રેલીમાં પણ પાટીદારોની નહિવત હાજરી જોવા મળી હતી. આમ પાર્ટીના નિર્ણય સામે ક્યાંકને ક્યાંક રોષ હોવાનું ચર્ચાય છે.
જોકે શહેર ભાજપ પ્રમુખની વરણીને લઈને હવે પાટીદાર સંગઠન SPG પણ મેદાનમાં આવ્યું છે. એસપીજી સંગઠનના એક હોદ્દેદારે જણાવ્યું હતું, " ઊંઝા ને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે અને પાટીદારો હંમેશા વર્ષોથી ભાજપની સાથે રહ્યા છે , ત્યારે શહેર ભાજપ પ્રમુખની વરણીમાં પાટીદારોની બાદબાકી થવાથી પાટીદારોમાં રોષ હોવો એ સ્વાભાવિક છે. એમાંય ખાસ કરીને યુવાનોમાં આ મુદ્દે રોષ હોઈ શકે છે." આવનાર સમયમાં આ રોષ કયા સ્વરૂપે સપાટી પર આવશે તે હવે જોવું રહ્યું !