Breaking : સુરતમાં શાળા વિવાદ મુદ્દે મેયર અને મોરડીયા સામે ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ ની જીત !

Breaking : સુરતમાં શાળા વિવાદ મુદ્દે મેયર  અને મોરડીયા સામે ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ ની જીત !

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : સુરતના કતારગામ ખાતે વોર્ડ નંબર 7 અને 8 વચ્ચે ચાલતા શાળા વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયુ હતું. વોર્ડ નંબર 7 ના નગરસેવક નરેન્દ્રભાઈ પાંડવ દ્વારા આ મુદ્દે જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ લોકહિતના મુદ્દામાં આમ આદમી પાર્ટી એ પણ ઝંપલાવ્યું હતું અને ગઈકાલે સાંજથી આમ આદમી પાર્ટીના નેતાઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની ઓફિસ સામે ધરણા પર બેસતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 

ત્યારે પાલિકામાં ભાજપ સામે જ ભાજપ ટકરાયુ હતું. જેને લઈને અંતે ભાજપની પ્રતિષ્ઠાને  જ ભારે નુકશાન થવાની ભીતિ હતી. કારણકે એક બાજુ કતારગામના ધારાસભ્ય વીનું મોરડીયાએ રાજકીય દબાણ ઊભું કરીને શાળા વોર્ડ નંબર આઠમાં ખસેડાવી હતી જેમાં પાલિકાના શાસક પક્ષના મુખ્ય વડા એવા મેયરે પણ આંખ મીંચામણાં  કર્યા હતા અને મોરડીયા ના સુર માં સુર પૂરાવ્યા હતા. ત્યારે ભાજપના વોર્ડ નંબર 7 ના નગરસેવક નરેન્દ્રભાઈ પાંડવે ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે જે યોગ્ય નિર્ણય નહી લેવાય તો એના માટે પાલિકાના મુખ્ય જવાબદાર અધિકારી તરીકે કમિશનર જવાબદાર રહેશે. આમ પાંડવના આક્રોશ બાદ પાલિકાના અધિકારીઓ અને શાસકો હચમચી ઉઠ્યા હતા અને છેવટે વોર્ડ નંબર આઠમાં ચાલી રહેલ શાળાના નિર્માણ કાર્યને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

મેયર અને મોરડીયા ની હવા નીકળી ગઈ !

અત્રે નોંધનીય છે કે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ વોર્ડ નંબર સાતમાંથી શાળાને આઠમાં ખસેડવા માટે રાજકીય દબાણ ઊભું કર્યું હતું અને છેવટે વોર્ડ નંબર આઠમાં વર્ક ઓર્ડર વિના જ શાળાનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવાયું હતું. જેમાં પાલિકાના મેયરની પણ મૂક સંમતિ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ આ મુદ્દે વોર્ડ નંબર સાતના નગર સેવક નરેન્દ્ર પાંડવે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીએ વોર્ડ નંબર 8 માં ચાલી રહેલ શાળાના નિર્માણ કાર્યને હાલમાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે.