લ્યો બોલો ! ભાજપ સરકારમાં ભાજપના જ મંત્રીની રજૂઆત અભરાઈએ ચડાવી દીધી !
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : સિધ્ધપુર ખળી ચાર રસ્તા પર આવેલ પિક અપ સ્ટેન્ડ ની જગ્યાએ કંટ્રોલ રૂમ શરૂ કરવા માટે સિદ્ધપુરના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઘણા સમયે પહેલા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી હતી. પરંતુ કદાચ વાહન વ્યવહાર મંત્રી ઉદ્યોગ મંત્રીની રજૂઆત પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.
જોકે મંત્રીજી એ જ્યારે વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખ્યો ત્યારે મીડિયામાં ઘણી બધી વાહ વાહી મેળવી લીધી હતી પરંતુ નક્કર કામગીરી કરવા ન ટેવાયેલા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત કદાચ જનતાની આ મહત્વની માગણીને ભૂલી ગયા હોય એવું માનવામાં આવી રહ્યું છે. સિધ્ધપુર ખળી ચાર રસ્તા એ પાલનપુર રાજસ્થાન તેમજ કચ્છ અમદાવાદ સુરત અને સાબરકાંઠા જવાની મુખ્ય ચોકડી છે. અહીં દરરોજ મોટા પ્રમાણમાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે. ત્યારે અહીંયા તાકીદે કંટ્રોલ પોઇન્ટ શરૂ કરાય તેવી આ વિસ્તારના લોકોની ઉગ્ર માંગ છે.