ઊંઝા : બિસ્માર રોડ મુદ્દે ધારાસભ્યને કરેલ રજૂઆતને બે મહિના વીતી ગયા : આંખ આડા કાન : લોકોમાં રોષ

ઊંઝા : બિસ્માર રોડ મુદ્દે ધારાસભ્યને કરેલ રજૂઆતને બે મહિના વીતી ગયા : આંખ આડા કાન : લોકોમાં રોષ

મહેસાણા જિલ્લાના બે સુપ્રસિદ્ધ યાત્રાધામો વચ્ચેનો રસ્તો બિસ્માર હાલતમાં 

ઊંઝા ઐઠોર વચ્ચેના બિમાર રોડને લઈને ચાલકો અને દર્શનાર્થીઓ ત્રાહિમામ 

બિસ્માર રોડને કારણે અવારનવાર સર્જાય છે નાના-મોટા અકસ્માતો

છેલ્લા ઘણા સમયથી બીમાર રોડ મુદ્દે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે રજૂઆત 

જાગૃત સ્થાનિક નાગરિકે ધારાસભ્યને રજૂઆત કર્યે બે મહિના જેટલો વીતી ગયો સમય 

રજૂઆતો કરવા છતાં પણ સ્થાનિક પ્રજાપતિનિધિ અને તંત્રના આંખ આડા કાન.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લીખા ) : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બે સુપ્રસિદ્ધ યાત્રાધામો પાટીદારોની કુળદેવી જગતજનની માં ઉમિયા , ઊંઝા અને વિઘ્નહર્તા ગણેશજી ના યાત્રાધામ ઐઠોર વચ્ચે માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલું ચારથી પાંચ કિલોમીટરનું અંતર છે. જેટલા પણ શ્રદ્ધાળુઓ માં ઉમિયાના કે વિઘ્નહર્તા ગણેશજીના દર્શનાર્થે આવતા હોય છે તેઓ આ બંને સુપ્રસિધ્ધિ યાત્રાધામોની અવશ્ય મુલાકાત લેતા હોય છે.

ત્યારે સ્વાભાવિક છે કે આ બંને યાત્રાધામો વચ્ચે જવા આવવાનો માર્ગ દર્શનાર્થીઓ માટે સાનુકૂળ રહે તે અત્યંત જરૂરી છે. પરંતુ દુઃખદ બાબતે છે કે છેલ્લા કેટલાક સમયથી ઊંઝા અને ઐઠોર વચ્ચેનો હાઇવે રોડ એ દર્શનાર્થીઓ માટે અવારનવાર નાના-મોટા અકસ્માતોનું કારણ બનતો રહ્યો છે. કારણ કે આ રોડ પર અગાઉ પડેલા મસ મોટા ખાડા અને તેના પર થયેલું પેચ વર્ક આડેધડ હોવાને કારણે દર્શનાર્થીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

જોકે આ રોડને દુરસ્ત કરવા માટે જાગૃત નાગરિક એવા આશિષભાઈ પટેલ દ્વારા સ્થાનિક લેવલે ધારાસભ્ય ને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ધારાસભ્ય દ્વારા ક્યાંક ને ક્યાંક આ મહત્વની રજૂઆત પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકે અરજી કર્યા ને બે મહિના જેટલો સમય વિતવા છતાં પણ આ મુદ્દે કોઈ સક્રિય કામગીરી થઈ હોય તેવું જાણવા મળી રહ્યું નથી.લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.