મહેસાણા : લોકસભા બેઠક પર 2019 કરતાં 2024 માં સરેરાશ ઓછું મતદાન ? ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપની લીડ પર કેટલી અસર કરશે ? જાણો

મહેસાણા : લોકસભા બેઠક પર 2019 કરતાં 2024 માં  સરેરાશ ઓછું મતદાન  ? ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપની લીડ પર કેટલી  અસર કરશે ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના)  : આજે 7 મે ના રોજ ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. ત્રીજા તબક્કામાં 61 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર સરેરાશ 57 ટકા જેટલું મતદાન થયું છે. આ ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું. ગુજરાતની એક સુરત બેઠક બિનહરીફ જાહેર થતા આ બેઠક પર મતદાન થયું ન હતું.

ઉત્તર ગુજરાતની મહેસાણા બેઠક પર ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખત ની ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. 2019 ની લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક પર 65.37% જેટલું મતદાન થયું હતું. જ્યારે 2024 ની લોકસભા ચૂંટણીમાં હાલમાં સરેરાશ મતદાન 55.23% જેટલું નોંધાયું છે. જો કે હજુ ફાઈનલ આંકડા જાહેર કરાયા નથી. 

જોકે મહેસાણા બેઠક પર શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મતદાન નું પ્રમાણ ધીમું રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસાણા લોકસભા ના ઊંઝામાં આજે ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા એવા નારાયણભાઈ પટેલે પણ ૮૫ વર્ષ કરતાં વધુ વયે પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આ ઉપરાંત અનેક વૃદ્ધોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. જોકે ગત લોકસભા કરતા આ લોકસભાની ચૂંટણીમાં સરેરાશ ઓછું મતદાન રહેવા પાછળ ઉનાળાનો ધોમ ધખતો તાપ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

બીજી બાજુ આ વખતે ભાજપ સામે રૂપાલા ને લઈને ક્ષત્રિયોમાં ભારે નારાજગી જોવા મળી હતી ત્યારે આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય દ્વારા થયેલ મતદાન નોંધપાત્ર રહ્યું છે જે ને લઈને ભાજપનું ટેન્શન ક્યાંક ને ક્યાંક વધી શકે છે. ભાજપ દ્વારા જે પાંચ લાખની લીડના દાવા કરવામાં આવ્યા હતા એ દવાઓ કેટલી બેઠકો પર સાર્થક સાબિત થશે તે જોવું રહ્યું !