ઊંઝા : AAP ના ઉમેદવાર ઉર્વીશ પટેલે ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલી, હકીકત જાણી ભાજપ-કોંગ્રેસને લાગશે ઝટકો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાના ધાર્મિક સ્થાન ઊંઝામાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ જામ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ઊંઝામાં આ વખતે જોરશોર થી ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉર્વિશભાઈ પટેલ દ્વારા હાલમાં ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોર શોર થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસે શહેરી ઉમેદવારોની ટિકિટ આપી છે જ્યારે આમ આદમી પાર્ટી એ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવાર એવા ઉર્વીશભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ઉર્વીશભઈ પટેલ હવે ગ્રામ્ય વિસ્તારોમાં જઈને પોતાના પ્રચાર દરમિયાન ગામડાના વિકાસની ગેરંટી આપી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં શહેર અને ગામડા વચ્ચેની સીધી સ્પર્ધા જામી હતી જેને કારણે ડો.આશાબેન પટેલ વિજેતા બન્યા હતા. જેમાં તેમને ગ્રામ્ય વિસ્તારોમાંથી ભારે સમર્થન પ્રાપ્ત થયું હતું. જો કે આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ એ શહેરી વિસ્તારના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટી એ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તેથી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ શહેર v/s ગામડા ની લડાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉર્વીશ પટેલ ખૂબ જ શિક્ષિત છે અને શિક્ષણ ક્ષેત્રે તેમણે ક્રાંતિકારી કદમ ઉઠાવ્યા છે. જેથી તેઓ પોતાના પ્રચાર દરમિયાન પણ કોઈનો વિરોધ કરવાને બદલે માત્ર અને માત્ર લોકોને શિક્ષણ અને આરોગ્ય લક્ષી સેવાઓ માટે તેઓ શું કરી શકે છે એની ગેરંટી આપીને લોકોનો વિશ્વાસ જીતી રહ્યા છે. બીજી બાજુ મતદારોમાંથી પણ તેમને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.