સિદ્ધપુર : નવનિર્મિત ખળીચાર રસ્તા રેલવે ઓવર બ્રિજની હલકી કામગીરીને લઈ કોણે આપ્યા તપાસના આદેશ? જાણો શુ છે મામલો

સિદ્ધપુર : નવનિર્મિત ખળીચાર રસ્તા રેલવે ઓવર બ્રિજની હલકી કામગીરીને લઈ કોણે આપ્યા તપાસના આદેશ? જાણો શુ છે મામલો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સિધ્ધપુર ખળી ચાર રસ્તા રેલવે ફાટક પર બનાવેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ થોડાક સમય પહેલા વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ ભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.હજુ લોકાર્પણ ને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં આ રેલવે ઓવરબ્રિજનું કામ ખુબ જ હલકી કક્ષાનું થયું હોય તેવી નિશાનીઓ પ્રગટ થવા લાગી છે. જેની જાણ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા મંત્રી પૂર્ણેશ ભાઈ મોદી ને કરવામાં આવતા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સિધ્ધપુર ખળી ચાર રસ્તા રેલવે બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી રેલવે બ્રિજ બનાવવાની માંગણી હતી. જેને લઇને ભારતીય જન સેવા મંચના કન્વીનર મૌલિક પટેલ, મુખ્ય સ્થાપક જશવંત પટેલ દ્વારા અહીં રેલવે બ્રિજ બનાવવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના સરપંચના સમર્થન વાળો પત્ર તત્કાલિન ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત અને સાંસદ દિલીપભાઇ પંડ્યાને આપવામાં આવ્યો હતો અને ઝડપથી રેલવે બ્રિજ બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી. જેને લઇને સિદ્ધપુરના તત્કાલિન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને સાંસદ દિલીપભાઇ પંડ્યા દ્વારા સરકારમાં ધારદાર રજૂઆતો કરાતા અહીં રેલવે બ્રિજ નું સ્વપ્ન સાકાર થયું હતું.

આ રેલવે બ્રિજ નું લોકાર્પણ થોડાક સમય પહેલા ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ ભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં રેલવે ઓવરબ્રિજની કામગીરીનું રિયાલિટી ચેકિંગ કરવામાં આવતા રેલવે બ્રિજ પર અનેક જગ્યાએ ખાડાઓ જોવા મળ્યા હતા તેમજ ક્યાંકને ક્યાંક હલકી કક્ષાની કામગીરી થઇ હોય તેવું જોવા મળ્યું હતું. જેની જાણ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા મંત્રીશ્રી મોદીને કરાતા તેમણે તપાસના આદેશો આપ્યા છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે આ રેલો કોના સુધી પહોંચે છે?