સુરત : મેયરે 'નાયક' સટાઇલમાં કરી એવી કામગીરી કે જાણીને સુરતીઓ કહેશે "થેંક્યું મેયર"

સુરત : મેયરે 'નાયક' સટાઇલમાં કરી એવી કામગીરી કે જાણીને સુરતીઓ કહેશે  "થેંક્યું મેયર"

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સામાન્ય રીતે ચોમાસા માં શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પરિણામે રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થતું હોય છે. જેમાં શહેરી વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ મોટાપાયે થવાની ઘટનાઓ બનતી હોય છે. જેને લઇને વાહનચાલકો ભારે પરેશાની અનુભવે છે, ત્યારે સુરતમાં ચોમાસામાં  રસ્તાઓના ધોવાણની ભારે સમસ્યા રહેતી હોય છે જેને લઇને અનેક ફરિયાદો ઊઠે છે. ત્યારે આ વખતે પાણી પહેલા પાળ બાંધવા માટે સુરત ના મેયર દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

આ વખતે ચોમાસા પૂર્વે મેયર દ્વારા રસ્તાઓ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળેલ મેયર શ્રીમતી હેમાલિબેન બોઘાવાલા 'નાયક' અવતારમાં જોવા મળ્યા હતા. મેયર સુરતના કેટલાક વિસ્તારોના બિસ્માર રસ્તાઓ નિરીક્ષણ કરવા માટે ટુ-વ્હીલર લઇને સ્થાનિક કોર્પોરેટરો અને સાથે લઈને નીકળ્યા હતા આમ સુરતના મેયરને ટુ-વ્હીલર પર જતા લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું હતું લોકો મેયરની કામગીરીની પ્રશંસા કરવા લાગ્યા હતા

 મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર 12 અને 13 માં સમાવિષ્ટ નાણાવટ , વરીયાવી બજાર, સૈયદપૂરા ,રામપુરા , લાલદરવાજા,   ભાગળ, વાડીફળીયા , ગોપીપૂરા , નવસારી બજાર , સલાબતપૂરા વિગેરે વિસ્તાર માં સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખી પ્રશ્નો અંગે ટુ વ્હીલર પર અંતરીયાળ વિસ્તાર માં અઘિકારી ઓ સાથે સ્થળ મુલાકાત લઇ સમસ્યા ના સમાધાન માટે સુચના આપી હતી.