અભિનેત્રી તાપસી તન્નુના વાયરલ ફોટોને લઈ ઉઠ્યા સવાલ : આપણે ત્યાં આવા રસ્તા ક્યારે બનશે ? મેયર અને નગર સેવકે શુ કહ્યું ? જાણો

અભિનેત્રી તાપસી તન્નુના વાયરલ ફોટોને લઈ ઉઠ્યા સવાલ : આપણે ત્યાં આવા રસ્તા ક્યારે બનશે ? મેયર અને નગર સેવકે શુ કહ્યું ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) :  સુરતને હાલમાં સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે સ્માર્ટ સિટી ના રસ્તાઓ પણ સ્માર્ટ હોવા જ પડે. પરંતુ સ્માર્ટ સિટીના રસ્તાઓ એ આ નગરને મળેલા સ્માર્ટ સિટીના દરજ્જાની ક્યાંકને ક્યાંક હાંસી ઉડાવી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં ભારતીય અભિનેત્રી ના એક વાયરલ ફોટો ને લઈને સ્માર્ટ સિટીના રસ્તાઓ સામે સવાલો ખડા થયા છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં રશિયન સીટી સેન્ટપીટરબર્ગના રોડ પર ચાલતી ભારતીય સિનેમાની અભિનેત્રી તાપસી તન્નુ નો ફોટો વાયરલ થયો છે જેમાં કેપ્શન માં લખવામાં આવ્યું છે કે તમારે આ અભિનેત્રીના ચહેરા સામે જોવાનું નથી પરંતુ એમના પગ નીચે આવેલ રોડ અને ગટરના ઢાંકણાનું લેવલ જોવાનું છે. રશિયામાં રોડ અને ગટરના ઢાંકણાનું આટલું સરસ લેવલ કેમ કરી શકતા હશે ? અનેે આપણે ત્યાં ?

આ અંગે જ્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા સુરત ના મેયર ને પૂછવામાં આવ્યું કે શુ સુરતમાં ગટરના ઢાંકણ અને રોડ નું લેવલ પરફેક્ટ હોય એવા રોડ છે ખરા ? ત્યારે જવાબ આપવામાં મેયર પણ અસમર્થ બન્યાં. આ અંગે સુરતના સૌથી નાની વયના સક્રિય નગરસેવક પાયલબેન સાકરીયા ને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે સુરતમાં ડ્રેનેજ લાઇનના અને કનેકશનો ના ઠેકાણા નથી ત્યાં આવા સ્માર્ટ રસ્તાઓની અપેક્ષા ક્યાંથી રાખી શકાય ? તેમણે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે જો નિયત સારી હોય તો સુરતમાં પણ તાપસી તન્નુ ચાલે તેવા સ્માર્ટ  રોડ રસ્તા બની શકે છે.