છેલ્લા દોઢ વર્ષથી ટ્યુશન દ્વારા જીવન નિર્વાહ ચલાવતા શિક્ષકો બેરોજગાર : 50 ટકા સંખ્યા સાથે કલાસીસ ચાલુ કરવા ઉઠી માંગ

છેલ્લા દોઢ વર્ષથી ટ્યુશન દ્વારા જીવન નિર્વાહ ચલાવતા શિક્ષકો બેરોજગાર : 50 ટકા સંખ્યા સાથે કલાસીસ ચાલુ કરવા ઉઠી માંગ

કોઈ પણ રાજકીય પક્ષ ટ્યુશન ક્લાસીસ દ્વારા જીવનનિર્વાહ ચલાવતા શિક્ષકોના મુદ્દે અવાજ ઉઠાવવા તૈયાર નથી.

છેલ્લા દોઢ વર્ષથી કોરોના ને લીધે ટ્યુશન ક્લાસીસ બંધ સ્થિતિમાં છે

શિક્ષક જે સમાજનું પ્રતિબિંબ છે તે સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવાને લઈને દોઢ વર્ષથી બેરોજગાર બન્યો છે

'અનલોક' ગુજરાતમાં શિક્ષણકાર્ય શા માટે 'લોક' રાખવામાં આવ્યું છે ?

શિક્ષકોની સ્થિતિ વિશે સરકાર ક્યારે વિચાર કરશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા ) :  કોરોના મહામારી ની પ્રથમ લહેરથી લઈને બીજી લહેર બાદ અનલોક જાહેર કરાયું છે છતાં પણ શૈક્ષણિક કાર્ય બંધ છે.જેમાં કોચિંગ ક્લાસીસ પણ બંધ હાલતમાં છે. ત્યારે વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હજારો શિક્ષકોની હાલત કફોડી થઈ ગઈ છે.

ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકોના સંગઠનો દ્વારા ગુજરાતમાં ઠેરઠેર ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની પરવાનગી માટે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. જેમાં 50% સંખ્યા સાથે ક્લાસ ચાલુ કરવાની માગણી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા સ્થાનિક વિસ્તારના નેતાઓ તેમજ સરકારી કચેરીઓને રજૂઆતો કરાઈ છે.

કારણકે છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી ટ્યુશન ક્લાસીસ બંધ હાલતમાં છે. તેથી ટ્યુશન ક્લાસીસ દ્વારા પોતાનો જીવન નિર્વાહ ચલાવતા શિક્ષકો દયનીય સ્થિતિમાં મુકાયા છે. એક બાજુ કહેવાય છે કે ' શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હૈ.' તો બીજી બાજુ ક્ષમતા ધરાવતા શિક્ષકો માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા અને હમદર્દી દાખવવામાં આવી નથી.

જેને પરિણામે આવા ટ્યુશન ક્લાસીસ ચલાવીને જીવન નિર્વાહ ચલાવતા શિક્ષકો ની હાલત ખરેખર ખરાબ છે. કોરોનામા બેરોજગાર બનેલા શિક્ષકો ના હિમાટે સરકાર દ્વારા યોગ્ય વિચાર વિમર્શ કરીને 50% સંખ્યા સાથે ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે એવી ઉગ્ર માંગ ઉઠી છે