મહેસાણા SOG તથા AHTU પોલીસે સાથે મળી ચોરીનો ભેદ ઉકેલી 2.55 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપ્યો

મહેસાણા SOG તથા AHTU પોલીસે સાથે મળી ચોરીનો ભેદ ઉકેલી 2.55 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપ્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :  મહેસાણા એસઓજી તથા એ એચ ટી યુ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ ઇન્સ્પેકટર બી.એચ.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ઘરફોડ ચોરીના તેમજ એક એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલી સાથે એક ઈસમને પકડી ને અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યો છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મહેસાણા એસઓજી અને AHTU પોલીસ સ્ટાફના માણસો કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તેમજ ઘરફોડ ચોરીમાં પકડાયેલ તેમજ સરદારોને ચેક કરતાં તે દરમિયાન એએસઆઇ ચેતનકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ ગફાર નાઓ ને ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી રાહે બાતમી હકીકત માહિતી મળેલ કે અગાઉ ઘરફોડ ચોરીઓમાં કડી તેમજ બાવલુ તેમજ પાટણ જિલ્લામાં ચોરીઓના ગુનામાં પકડાયેલા આરોપી યાસીન ખાન ઉર્ફે ટાઈગર કાલે ખાન ઉર્ફે ઉમરખાન બાજીદખાન પઠાણ ઉમર વર્ષ 29 રહે. કડી કસ્બા કડી. એક કાળા કલરના નંબર વગર નું એકટીવા લઇ તે એકટીવા ઉપર ચોરી નું એલઇડી ટીવી લઈ વેચવા જવા સારું કડી અલદેસણ રોડ ઉપરથી પસાર થનાર છે.

જે હકીકત આધારે વોચ ગોઠવવામાં આવેલ. તે દરમિયાન માલગુરુ મંદિર તરફથી એક કાળા કલરના એકટીવા ઉપર સદરી ઈસમ ને રોકી લઈ એકટીવા બંધ કરી નીચે ઉતારી એકટીવા ના આગળના ભાગે એલઇડી ટીવી મુકેલો હોય જે સદરી ઈસમ પાસે જ એલઇડી ટીવી તેમ જ એકટીવા ના આધાર પુરાવા માંગતા ઉપરોક્ત ઈસમ પાસે કોઈ આધાર પુરાવા ન હોય જેથી પોલીસ સ્ટેશને લાવી યુક્તિ-પ્રયુક્તિ થી તેમ જ વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલ. જે ગુનામાં ચોરી કરેલ ચોર મુદ્દામાલ મોબાઈલ સફેદ ધાતુની ચાંદીની શેરો એકટીવા તેમજ રોકડ રકમ મળી કુલ 2,55,900/- ના મુદ્દામાલ સાથે આરોપી ઇસમને ઝડપી ઉપરોક્ત ગુનાઓની કબુલાત કરતા કડી પોલીસ સ્ટેશન માં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે.