Exclusive : AAP ની 'જન સંવેદના યાત્રા' ભાજપની 'યાતના' વધારશે ! 2022 માં ગુજરાતમાં સત્તા પરિવર્તન કે પુનરાવર્તન ?

Exclusive : AAP ની 'જન સંવેદના યાત્રા' ભાજપની 'યાતના' વધારશે ! 2022 માં ગુજરાતમાં સત્તા પરિવર્તન કે પુનરાવર્તન ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના)  : ગુજરાતમાં ભાજપની રાજનીતિને તોડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલી 'જન સંવેદના યાત્રા' નામની રણનીતિ કામ કરી ગઇ હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. કારણ કે આ જન સંવેદના યાત્રા દરમિયાન હાલમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં લોકો હોંશે હોંશે જોડાઈ રહ્યા છે અને આ સમાચારોથી ભાજપની 20 વર્ષની રાજનીતિ પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવો માહોલ સર્જાયો છે.

ગુજરાતમાં ભાજપ છેલ્લા ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી શાસનમાં છે. જોકે નરેન્દ્ર મોદીના દિલ્હી ગમન બાદ પણ ભાજપ ગુજરાતમાં વિકાસના દાવાઓ કરી રહ્યું હતું. ત્યારે કોરોના ની બીજી લહેર માં ભાજપના વિકાસના દાવાઓની પોલ ખૂલી ગઈ અને વિકાસના પોકળ દાવાઓ માં અનેક લોકો આરોગ્ય સુવિધાના અભાવે અને યોગ્ય વ્યવસ્થાના અભાવે મોતને ભેટ્યા. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ ની લાંબી લાઈનો, ઇન્જેક્શન માટે લોકોની લાઈનો એટલું જ નહીં સ્મશાનમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે પણ જોવા મળેલી આ લાઈનોને લઈ આમ આદમીના માનસમાં ભાજપે જે વિકાસનો ધૂંધળું ચિત્ર ઊભું કર્યું હતું તે હવે ધીમે ધીમે ભુસાઈ રહ્યું છે અને લોકો સાચા અર્થમાં આમ આદમી પાર્ટી ને મજબૂત બનાવી રહ્યા છે.

જોકે આમ આદમી પાર્ટી જે રીતે સંગઠનને મજબૂત બનાવવામાં આગળ વધી રહી છે તે જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ભાજપને સત્તા સુધી પહોંચવામાં જેટલો સમય પસાર કરવો પડયો એટલો કદાચ આમ આદમી પાર્ટીને ગાંધીનગરની ગાદી સુધી પહોંચવામાં સમય પસાર કરવો નહીં પડે. બીજુ કે નરેન્દ્ર મોદીના ગુજરાત મૉડલને રૂપાણી સરકારે અનેક રીતે બદનામ કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી ત્યારે કેજરીવાલનું દિલ્હી મોડેલ ક્યાંકને ક્યાંક ગુજરાતીઓના દિલને સ્પર્શી ગયું છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ ના પડઘમ હવે વાગી રહ્યા છે ત્યારે AAP ને આગળ વધતું અટકાવવા માટે ભાજપ દ્વારા નિમ્નકક્ષાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ભાજપના તમામ પ્રયત્નો ક્યાંકને ક્યાંક શિક્ષિત એવી ઈમાનદાર પાર્ટી નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 2022માં વિપક્ષની ખુરશી પર કોણ હશે ?