સુરત : વાવાઝોડાની અસરને પગલે જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી : વરસાદી છાંટા પડ્યા, જુઓ વિડીયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના દિરિયા કિનારે તોકતે નામનું વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે.તૌકતે વાવાઝોડું હાલ ગુજરાતથી 450 કિ.મી અંતર જેટલું દૂર મનાઈ રહ્યું છે.આ વાવાઝોડું 18મે ના રોજ સવારે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે આજે બપોરે પોણા ચાર વાગ્યા આસપાસ સુરતમાં એની કેટલીક અસરો જોવા મળી હતી.
સુરતમાં આજે 3:45 વાગ્યા આસપાસ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. તેમ જ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને વિઝન ઝાંખું પડ્યું હતું. એટલું જ નહીં પરંતુ થોડાક સમય માટે પુર ઝડપથી પવન ફૂંકાવા લાગ્યો હતો. તેમજ પવનની સાથે સાથે વરસાદી છાંટા પણ પડયા હતા. વહેલી સવારથી વાતાવરણમાં આજે ભારે ઉકળાટ હતો એમાં ક્યાંક ને ક્યાંક ઠંડકનો અનુભવ થયેલો જોવા મળ્યો હતો.
વિડીયો જોવા લિંક પર ક્લિક કરો.