( ભાગ-11) : થોડી વાર બાદ મીરલ આવીને સાગરની બાજુમાં બેસી ગઈ.સાગર કાંઈ બોલ્યો નહી. મીરલ પણ ચૂપચાપ બેસી રહી.સાગરે મીરલનો ડાબો હાથ પકડ્યો અને એની હસ્ત રેખાઓ જોવાનો ડોળ કરતાં કહ્યું, " તારે ચહેરા પર હંમેશા કાજળ લગાવી રાખવું એટલે કોઈની નજર ન લાગે." અને મીરલ શરમાઈ ગઈ.આમ તો મીરલ દેખાવમાં ખૂબ સુંદર હતી.એની ભૂરી આંખો, સોનેરી વાળ અને શરીરના નમણા બાંધોમાં એની સુંદરતા નિખારતી હતી.દેખાવમાં ફિલ્મની એક્ટ્રેસ કરતાં પણ વધારે સુંદર હતી.ગમે એવી વ્યક્તિ મીરલના સૌંદર્ય પર મોહી જાય એમાં કોઈ નવાઈ ન હતી.પણ મીરલ સ્વભાવે ઓછી બોલકી હતી.જરૂર જણાય એટલું જ બોલતી.સાગરે કહ્યું, " તારી હસ્ત રેખાઓ જોતા એવું લાગે છે કે તારા સ્વભાવ પ્રમાણે તું તારી લાગણીઓ ઝડપથી વ્યક્ત કરતી નથી.તારું હૃદય કોમળ છે પણ ગુસ્સો આસમાને છે, ખરું ને ? મીરલે કહ્યું, " હા પણ મારું ભવિષ્ય કેવું હશે એ કહો."
---------------
સાગરે કહ્યું, " તારા ચહેરાના ભાવ અને નામના ત્રણ અક્ષરો પરથી મારું એવું માનવું છે કે તું કોઈ રાજકુમારી થી કમ નથી.જીવનમાં જે સ્થિતિ હશે એમાં ખુશ રહેવાનો તારો પ્રયત્ન તને સુખ આપશે. દુઃખ,માન,અપમાન સહન કરીને પણ તું તારા મનને સ્થિતિ મુજબ સંતુલિત કરવામાં સફળ રહીશ.પણ...." અને મીરલ ના ચહેરાના ભાવ બદલાયા.મીરલે પૂછ્યું, " પણ શું ? કહોને પ્લીઝ " સાગર મઝાક કરતા બોલ્યો, " મેરેજ પછી તું કદાચ અમને ભૂલાવી પણ દે તો નવાઈ નહિ." અને સાગરના ખભા પર માથું મૂકી મીરલ લાગણીશીલ બની ગઈ અને બોલી, " સંપર્કો તૂટી જાય, પણ સંબંધો નહિ.સંબંધો વ્યક્ત કરવા શબ્દો જ જરૂરી છે એવું થોડું છે, ઘણી વાર લાગણીઓની નાવમાં બેસી યાદોના દરિયામાં સફર કરી ને પણ કેટલાક સંબંધોની તાજગીનો અહેસાસ કરી શકાય છે. " સાગરે કહ્યું, " ઓહો, આજે કઈક અંદાજ બદલાયો હોય એવું લાગે છે.એટલામાં નેહાએ જમવા બૂમ પાડી.
---------------
ડાઈનીંગ ટેબલ પર સાગરની બાજુમાં મીરલ અને નેહા બેઠાં. સંજના સામે હતી.બંસરી એની બાજુમાં બેઠી.સાગરે કદી ઢોસો ખાધો ન હતો.પહેલી વાર એની સામે નવી વાનગી હતી.એટલે એ મનમાં વિચારવા લાગ્યો કે ખાવાની શરૂઆત કેવી રીતે કરવી.નેહા સાગરની મૂંઝવણ સમજી ગઈ એટલે નેહાએ કહ્યું, બંસરી હવે કોની રાહ જોવાઇ રહી છે ? જમવાનું શરૂ કરો." અને બધાએ જમવાનું શરૂ કર્યું.સાગર એ લોકો ને જોઈ ઢોસો ખાતાં શીખી રહ્યો હતો.સાગરે માંડ માંડ ભોજન પૂરું કર્યું. જમીને સાગર સોફા પર જઈ બેઠો.નેહા ને એ લોકો એ કામ નિપટાવી દીધું.હવે બંસરી, મીરલ અને સંજના ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં.
----------------
એટલામાં પાઠક સર આવી ગયા.પાઠક સર આવીને સાગરની બાજુમાં સોફા પર બેઠા.સર નો હાથ વારંવાર માથા તરફ જતો હતો એટલે સાગરે પૂછ્યું, " સર, હેડેક ? " સરે કહ્યું, " યસ માય બોય." સાગરે કહ્યું સર ચાલો હું તમારો ઈલાજ કરી દઉં પણ એ પહેલાં એક કપ ચા પી લો.અને સાગરે સંજનાને બૂમ મારી બે કપ ચા બનાવવા કહ્યું.થોડીવારમાં બંસરી બે કપ ચા લઈ આવી.સાથે નેહા અને મીરલ પણ આવ્યાં. સાગર ચા પી ઉભો થયો અને બેગ માંથી એક નાની બોટલ લઈ આવ્યો.પછી સર ને બેડ ઉપર સુવડાવી હળવા હાથે એણે સર ના માથામાં મલમ લગાવ્યો.થોડી વારમાં સર સૂઈ ગયા.પછી સાગર બહાર આવ્યો.નેહાએ કહ્યું, " બંસરી, આજે અહીં રોકાઈ જાઓ.ચાલો આજે શહેરનો રાત્રી નજારો જોવા જઈએ." અને તરત જ સંજનાએ બંસરી,મીરલ અને એના પોતાના ઘરે ફોન કરી જણાવી દીધું.પછી કાર લઈ બધાં શહેરનો રાત્રી નજારો જોવા નીકળ્યાં.