એસ.ટી.સ્ટેન્ડ પર મચી બબાલ : અધિકારીની બોલતી બંધ.શુ હતી રહસ્યમય ઘટના ?

વફા : એક પ્રેમ કહાની

એસ.ટી.સ્ટેન્ડ પર મચી બબાલ : અધિકારીની બોલતી બંધ.શુ હતી રહસ્યમય ઘટના ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ :   બસ સ્ટેડ ની પૂછ પરછ માટેની બારી તરફ લટકાવેલી ઘડિયાળમાં 8 વાગ્યાના આઠ ટકોરા પડ્યા.લોકલ બસો સ્ટેન્ડ પર લખેલ પ્લેટફોર્મ પર ક્રમશઃ આવવા લાગી. ગામડા માંથી નોકરી ધંધાર્થે આવનાર મુસાફરો હવે પોત પોતાના ઠેકાણે લઈ જતી બસોમાં બેસવા લાગ્યા હતા. અને હવે ધીમે ધીમે દિવસભરનો કોલાહલ મુસાફરોની સંખ્યા ઘટતાં શાંતિમાં પરીણમી રહ્યો હતો. દિવસ ભર કેન્ડી, પાણીની બોટલ, દાબેલી, સમોસા, પોપકોર્ન વગેરે વસ્તુઓ વેચવા માટે બૂમો પાડીને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચનારા ફેરિયા પણ હવે જવલ્લે જ જોવા મળતા હતા.

એસ.ટી.સ્ટેન્ડ ના કેન્ટીનમાં પણ ગણ્યા ગાંઠ્યા લોકો મુલાકાત લેતા નજરે ચડતા હતા. બસ સ્ટેન્ડ પર લટકાવેલ ભૂંગળાઓ માં જાહેરાત થઈ રહી હતી કે, " આ નમ્બર ની બસ પ્લેટ ફોર્મ નમ્બર આ પર મુકાઈ છે" અને મુસાફરો તરત જ સામાન ઉપાડી બસ તરફ દોડતા. સમય પસાર થઈ રહ્યો હતો.ઘડિયાળમાં 9 ના ટકોરા પડ્યા.હવે માત્ર ખૂબ ઓછા ગણતરી કરી શકાય એટલા જ મુસાફરો દેખાતા હતા.આ બધા મુસાફરો લાંબી મુસાફરીએ જનારા હતા.કારણ કે રાત્રે એમ પણ 9 વાગ્યા પછી ગામડાની લોકલ બસો પ્લેટ ફોર્મ પર દેખાતી નથી હોતી.હવે બધી બસો લાંબા રૂટ ની હોય છે.બાકી વધેલ મુસાફરો આતુરતાથી પોત પોતાની બસો  ની રાહ જોતા હતા. હા, એક વાત અવશ્ય યાદ અપાવવી પડે કે એ જમાનામાં મોબાઇલ તો હતા પણ સ્માર્ટ મોબાઈલ ન હતા એટલે બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહેલા મુસાફરો મોબાઈલમાં વ્યસ્ત નહોતા પણ દરેક મુસાફર પોતાને જ્યાં જવાનું છે ત્યાં પહોંચાડનારી બસની રાહ જોઈને બસ તરફ મીટ માંડી રહ્યા હતા.

9.15 એટલે કે સવા નવ થતા જ એક યુવાન બસ સ્ટેન્ડની ઇન્કવાયરી બારી પાસે આવી બસ નો સમય પૂછવા લાગ્યો.પણ જવાબ સંતોષકારક ના મળતા આ યુવાનની બેચેની વધી.અને યુવાને ઇન્કવાયરી બારી પર બેસેલ અધિકારીને કાંઈક સંભળાવતા જ અધિકારી ગરમ થઇ ગયા.અને મન ફાવે એમ મોટેથી બોલવા લાગ્યા.આ યુવાન અને અધિકારી વચ્ચે શરૂ થયેલ તૂં તૂં... મેં...મેં...સાંભળી બીજા મુસાફરોનું ધ્યાન ખેંચાતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ.બસની આતુરતાથી રાહ જોનારા મુસાફરોની હવે 'શુ થયું ? ' એ જાણવાની આતુરતા વધી ગઈ અને ત્યાં જ એસ.ટી.ડેપો મેનેજર આવી ચડ્યા અને મામલો થાળે પાડ્યો.મેનેજર સાહેબે પેલા યુવાનની રજૂઆત સાંભળી અને પેલા ગરમ મિજાજના અધિકારીને ખખડાવ્યા અને  મુસાફરો સાથે નમ્રતા પૂર્વક વ્યવહાર કરવાની સૂચના આપી.પેલા યુવાને પણ મેનેજર સાહેબ સાહેબનો આભાર માન્યો.લોકોની ટોળું વિખેરાઈ ગયું અને પાછા બધા મુસાફરો પોતપોતાની બસો ની રાહ માં ગોઠવાઈ ગયા. થોડી વારમાં જ એક લાંબા રૂટ ની બસ આવી ચઢી અને બસમાં અન્ય મુસાફરો સાથે ઇકવાયરી અધિકારીની શાન ઠેકાણે લાવનાર પેલો યુવાન પણ બસ માં ચઢી ગયો.

વધુ આવતા અંકે.....દર બુધવારે આ કોલમ પ્રસિદ્ધ થશે.

હવેથી દર બુધવારે પ્રસિદ્ધ થનારી આ કોલમમાં આપના પ્રતિભાવો મોકલવા ઈમેલ કરો :    [email protected]