ગાંધીનગર : વિધાનસભામાં જતા પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કર્યું ટ્વીટ, જાણો શું કહ્યું

ગાંધીનગર : વિધાનસભામાં જતા પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કર્યું ટ્વીટ,  જાણો શું કહ્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ ગાંધીનગર : ગુજરાતના ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળીને કુલ 182 ધારાસભ્યોની આજે શપથ વિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના વિજેતા બનેલા પાંચ ધારાસભ્યો પણ આ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા જઈ રહ્યા હતા. જેને લઈને ગારીયાધાર ના ધારાસભ્ય સુધીર વાઘાણી કે જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમણે મહત્વનું ટ્વીટ કર્યું છે.

ઉપરોક્ત તસવીર માં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય નજરે પડે છે

https://twitter.com/SudhirVaghani_/status/1604733314127892480?t=dWDYu2IgIK9U8wW4j2DGGA&s=19

ધારાસભ્ય સુધીર વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, " ગુજરાત વિધાનસભા મા ઝાડુ નો પ્રથમ દિવસ.. આજ રોજ અમે આમ આદમી પાર્ટીના પાંચેય ધારાસભ્યો વિધાનસભામાં શપથગ્રહણ સમારોહમાં જઇયે છીએ. ભગવાન પાસે પ્રાર્થના કે જે જવાબદારી અમને પ્રજાએ એ આપી અમે એ નિષ્ઠાપૂર્વક નિભાવી શકીયે. "

અત્રે નોંધનીય છે કે ગુજરાત 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 156 ધારા સભ્યોનો વિજય થયો હતો. જ્યારે આમ આદમી પાર્ટીના માત્ર પાંચ જ ધારાસભ્યોનો વિજય થયો છે. ત્યારે હવે આગામી એક દિવસ માટે યોજાનાર વિધાનસભાના પ્રથમ સત્રમાં આમ આદમી પાર્ટીના આ પાંચ ધારા સભ્યો ભાગ લેશે.ત્યારે હવે જોવું એ રહ્યું કે તેઓ પ્રજાના પ્રશ્નો અને પ્રજાને આપેલા વચનોને પાર પાડવામાં કેવી રીતે ખરા ઉતરે છે.