અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર એરક્રાફ્ટ ઉડતા દેખાયા, લોકોમાં કુતૂહલ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચને લઈ તૈયારી
સ્ટેડિયમમાં એરક્રાફ્ટ શો પ્રેક્ટિસ કરાઈ
ફાઈનલ મેચ દરમિયાન યોજાશે એરક્રાફ્ટ શો
Mnf network: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચને લઈ તૈયારી શરૂ થઇ છે. જેમાં સ્ટેડિયમમાં એરક્રાફ્ટ શોની પ્રેક્ટિસ કરાઈ રહી છે. તેમજ ફાઈનલ મેચ દરમિયાન એરક્રાફ્ટ શો યોજાશે. તેથી સ્ટેડિયમમાં એરક્રાફ્ટ શોની પ્રેક્ટિસ આજે કરાઈ રહી છે.
સ્ટેડિયમ ઉપર એરક્રાફ્ટ ઉડતા દેખાયા છે. જેમાં 1986 અને 2011 બાદ ભારત ફરીવાર ઇતિહાસ સર્જવા જઇ રહ્યુ છે. ત્યારે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડીયમ આ ઇતીહાસનુ સાક્ષી બનશે. 19મી નવેમ્બરના રોજ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાનાર છે ત્યારે વિશેષ તૈયારીઓ કરવામા આવી છે. ભારતની ટીમ આઇટીસી નર્મદા ખાતે રોકાણ કરશે ત્યારે હોટેલની અંદર નમો સ્ટેડીયમ અને વલ્ડ કપની રંગોળી તૈયાર કરવામા આવી છે.
વર્લ્ડ કપ ફાઇનલ ફીવરને લઇને હોટેલના રેટમાં પણ અધધ વધારો જોવા મળ્યો છે. પહેલા જે હોટેલના રૂમ 10 હજાર રૂપિયા મળતા હતા તેનો ભાવ સીધો જ એક લાખને પાર કરી ગયો છે. હોટેલ એશોના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ભારતની ટીમ ફાઇનલમાં પ્રવેશી છે તેને લઇને હોટેલના બુકિંગ ફુલ થઇ રહ્યા છે.
હાઇ ડિમાન્ડને કારણે અમદાવાદમાં હોટેલના રેટ્સ પણ રૂપિયા 50 હજારથી લઇને સવા લાખ રૂપિયા સુધી પહોચી ચુક્યા છે. અમદાવાદમાં પાંચ હજાર રૂમ ઉપલબ્ધ છે. ત્યારે ક્રિકેટ રસીકો અમદાવાદની પાસે આવેલ નડીયાદ, આણંદ અને બરોડમાં પણ રૂમ બુક કરી રહ્યા છે.