રૂપાણી સરકારે માસ્કના દંડ ને લઈ ધારાસભ્યો અને મંત્રીઓ માટે લીધો મોટો નિર્ણય, જાણીને થશે આશ્ચર્ય

રૂપાણી સરકારે માસ્કના દંડ ને લઈ ધારાસભ્યો અને મંત્રીઓ માટે લીધો મોટો નિર્ણય, જાણીને થશે આશ્ચર્ય

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધતાં સરકાર એક્શનમાં આવી ગઈ છે અને માસ્ક ન પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ધારાસભ્યો પાસેથી વિધાનસભામાં માત્ર પાંચસો રૂપિયા દંડ વસુલ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેનો સોશિયલ મીડિયામાં જોરશોરથી વિરોધ થયો હતો અને પરિણામે રૂપાણી સરકારે પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. હવે વિધાનસભામાં માસ્ક વિનાના આવનાર ધારાસભ્ય, મંત્રીઓ પાસેથી પાંચસોને બદલે એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવાનો રૂપાણી સરકારે છેવટે નિર્ણય લેવો પડ્યો છે.

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વધુને વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. 23 માર્ચે 5 ધારાસભ્ય સંક્રમિત થતા આજે વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશન ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો છે. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય તેની અસર રહે છે. જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ. 500ના દંડની રકમ વધારીને કરાઈ રૂ.1000 કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેના કારણે સરકાર પણ ચિંતિત થઈ છે.લોકો ફરજિયાત માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે સરકાર સતત અપીલ કરી રહી છે. વિધાનસભા ગૃહમાં કોરોનાં સંક્રમણ વધવાને પગલે વિધાનસભા અધ્યક્ષે બધાં ધારાસભ્યો ને N 95 માસ્ક આપ્યાં હતા. સાથે જ બે માસ્ક અથવા આપેલ N95 માસ્ક પહેરી રાખવા જણાવ્યું હતું.

ચાલુ સત્રમાં અત્યાર સુધીમાં 9 ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાં ઇશ્વરસિહ પટેલ, બાબુભાઈ પટેલ, શૈલેશ મહેતા, મોહનસિંહ ઢોડિયા, પુંજાભાઈ વંશ, નૌશાદ સોલંકી, ભીખાભાઈ બારૈયા, વિજય પટેલ, ભરતજી ઠાકોર આ ઉપરાંત રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.