ઊંઝા ના ધારાસભ્યનો ફોટો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ, શુ છે વાયરલ ફોટોની હકીકત ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : ઊંઝા ના ધારાસભ્ય કિરીટ કુમાર પટેલ 2020 ની વિધાનસભાની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરીને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે ધારાસભ્ય કિરીટકુમાર પટેલ સંઘના કાર્યકર રહ્યા છે ત્યારે ઊંઝામાં જ્યારે ભાજપ દ્વારા ટિકિટ માટે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કદાચ ખૂબ જ ઓછા લોકો તેમને ઓળખતા હતા પરંતુ જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો અને જેમ જેમ લોકો તેમને ઓળખતા થયા તેમ તેમ લોકો તેમની સાદગીતી ખૂબ જ પ્રભાવિત થતા રહ્યા છે કિરીટભાઈ પટેલ એમ પણ જીવનમાં ખૂબ જ સાદગી અને સરળ સ્વભાવના અદના આદમી છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં તેમનો એક બાળપણ નો ફોટો વાયરલ થયો છે જેને લઇને વિધાનસભા વિસ્તારના લોકોનું કિરીટભાઈ પટેલ પ્રત્યેનું માન અને લાગણી અનેકગણા વધી ગયા છે.
વાયરલ ફોટોમાં ડાબી બાજુ થી કિરીટ પટેલ વૃદ્ધને મદદ કરતા નજરે પડે છે.
તાજેતરમાં વાયરલ થયેલ ફોટોમાં કિરીટભાઈ પટેલ એમની યુવાની અવસ્થામાં પણ લોક સેવાનો યજ્ઞ સમયાંતરે કરતાં રહેતા હતા. કિર્તીભાઈ પટેલ અને એક બીજા યુવાન એક વૃદ્ધ વ્યક્તિને ઉમિયા માતાના દર્શન કરવા માટે લઈ જવામાં મદદ કરી રહેલા વાયરલ ફોટોમાં નજરે ચડે છે.જોકે ફોટો એ વાતની પ્રતીતિ કરાવે છે કે કિરીટભાઈ પટેલ બાળપણથી જ જન સેવાના હિમાયતી રહ્યા છે અને પોતાના આ લોકોપયોગી કાર્યો કરવાના સ્વભાવને લઈને તેઓ સંઘમાં જોડાયા હતા. વર્ષોથી સંઘ સાથેનો તેમનો નાતો ઘનિષ્ઠ રહ્યો છે અને સંઘના સંસ્કારો ખરેખર તેમણે દીપાવ્યા છે. ઊંઝામાં વર્ષોથી કિરીટભાઈ પટેલ શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાઓ આપી રહ્યા છે અને શરૂઆતથી જ તેમને શિક્ષણ પ્રત્યે લગાવ રહ્યો છે. ત્યારે તાજેતરમાં તેઓ ઊંઝા વિધાનસભા ઉપરથી ચૂંટણી જીતીને જ્યારે ધારાસભ્ય બન્યા છે ત્યારે આ વિસ્તારની શૈક્ષણિક અને આરોગ્ય વિષયક સેવાઓને કિરીટભાઈ પટેલના નેતૃત્વમાં વધુ મજબૂત બનાવવામાં આવે એવી આ આ વિસ્તારના લોકોમાં આશા જાગી છે.