મહેસાણા : 3.28 લાખની જંગી લીડ થી જીતનાર ભાજપના હરિભાઈ પટેલે સાંસદ તરીકેના શપથ લીધા
મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે લોકસભામાં સંસદ સભ્ય તરીકે ના શપથ લીધા
જનસેવક તરીકે 3.28 લાખ જંગી જનમત થી જીતેલા સાંસદ હરિભાઈ એ અધ્યક્ષ સમક્ષ સંસદ તરીકેના શપથ ગ્રહણ કર્યા
મહેસાણા જિલ્લા માટે ઐતિહાસિક અને ગૌરવ ભરી ક્ષણ અનુભવતા હરિભાઈ પટેલ
મહેસાણા 24 મી જુન 2024 સોમવાર જન સેવક તરીકે જંગી બહુમતીથી 3.28 લાખની લીડ થી જીતેલા મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે આજરોજ દિલ્હી સંસદ ભવનમાં સાંસદ તરીકે અધ્યક્ષ શ્રી ફઞ્ઞન સિંઘ ફૂલસ્તેની ગરિમામય ઉપસ્થિતિમાં સાંસદ તરીકે ના શપથ ગ્રહણ કર્યા હતા. શ્રી હરિભાઈ પટેલે ઈશ્વરની સાક્ષી એ સંસદ સભ્ય તરીકે લઈને ભારતની પ્રભુતા અને અખંડિતતા અક્ષુણ રાખવા તેમજ જે પદ ને ગ્રહણ કર્યું છે તેને શ્રદ્ધાપૂર્વક નિભાવવા માટેના સોગંદ લીધા હતા .
જનતા જનાર્દનના આર્શીવાદ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને ટીમના આર્શીવાદ સહકાર ના પગલે લોકસભાના સાંસદ તરીકે શપથ લેવાની અને ફરજ બજાવવાની આ ઐતિહાસિક અને ગૌરવ ભરી ક્ષણનો અનુભવ કરતા શ્રી હરિભાઈ પટેલે સંસદ સભ્ય તરીકે ની ફરજો નિભાવવાની પ્રતિ બદ્ધતા દાખવી હતી . ઉલ્લેખનીય છે કે જનપ્રતિનિધિ તરીકે મહેસાણા જિલ્લામાં વિવિધ લોક સેવાના કાર્યો કરતા શ્રી હરિભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના માર્ગદર્શન અને દોરી ચીંધે સેવા કાર્યો અને વિકાસ કાર્યો કરનારા શ્રી હરિભાઈ કાર્યકરો અને ભાજપ ટીમનો પણ સતત સહકાર અને સહયોગ મેળવતા રહ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયતમાં વર્ષ 2023 24 કારોબારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવ્યા બાદ પણ તેઓ અવિરત રીતે વિવિધ જનસેવાલક્ષી વિકાસ કામો અને પ્રશ્નો પ્રત્યે સતત પ્રજાની પડખે ઉભા રહીને લોક સેવાના કામો કરતા રહ્યા છે. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં શ્રી હરિભાઈ જનતા નો અવાજ બનીને સરકારમાં પ્રજાના કામોને સહકાર કરતા રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પદ અપાયું હોય તો પણ અને પદ ના અપાયું હોય તો પણ હંમેશા પાર્ટીના હિતમાં જનસેવા ના વિકાસમાં મુક સેવક બનીને તેઓ રાત દિવસ જોયા વગર સતત કામ કરે રાખે છે અને એના કારણે જ તેઓ જંગી એટલે કે 3.28 લાખની જંગી લીડ થી જનતાએ તેમને જીતાડ્યા છે. પ્રાથમિક સુવિધા ના પ્રશ્નો હોય કે સમસ્યાઓ હોય મહેસાણાની જનતાએ હરિભાઈ પર આંખ મૂકીને વિશ્વાસ કર્યો છે. જેને સાબિત કરવાની તક કુદરતે અને પાર્ટીએ તેમને આપી અને જનસેવક તરીકે મહેસાણા લોકસભાના સાંસદ બનવાનું તેમને સૌભાગ્ય સાંભળ્યું છે ત્યારે તેઓ આ ઐતિહાસિક અને ગૌરવ વંતી ક્ષણને યાદ કરી સૌનું ઋણ સ્વીકારતા વધારે ને વધારે જનસેવાના કાર્યો કરશે અને જન પ્રતિનિધિ તરીકે વિકાસ કામોને વધુ વેગ આપશે.