ધોરણ.10 અને 12ની પરીક્ષાના માળખામાં ધરમૂળથી ફેરફાર કરાયો
રાજ્ય સરકાર દ્વારા પેપર માળખામાં જડમૂળથી ફેરફાર કરાયો
પરીક્ષામાં વિદ્યાર્થીઓને હવે વર્ણનાત્મક પ્રકારના 70 ટકા પ્રશ્નોમાં જનરલ વિકલ્પ
હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાથી વધારીને 30 ટકા પૂછવાનો નિર્ણય લેવામાં આવ્યો
Mnf network: ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નબળા એટલે કે, થોડા માટે નાપાસ થતાં વિદ્યાર્થીઓ પણ પાસ થઈ શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા પેપર માળખામાં જડમૂળથી ફેરફાર કરાયો છે.
નવા માળખા મુજબ પરીક્ષામાં વિદ્યાર્થીઓને હવે વર્ણનાત્મક પ્રકારના 70 ટકા પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે. આ સિવાય ધોરણ.10 અને 12 સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાથી વધારીને 30 ટકા પૂછવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની પદ્ધતિ બદલાથી જે થોડા માર્કસ માટે નાપાસ થતાં હતા તેવા વિદ્યાર્થીઓ જનરલ વિકલ્પના કારણે પાસ થઈ શકશે. આ સિવાય પૂરક પરીક્ષાના વિષયમાં પણ વધારો કરાયો છે.