વિજાપુર : ભાજપની સભાઓમાં લોકોની પાંખી હાજરી, AAP ની સભાઓમાં લોકો સ્વયંભૂ ઉમટી પડે છે, જાણો કારણ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો દિખા) : મહેસાણા જિલ્લા ની વિજાપુર બેઠક પર હાલમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા મતવિસ્તારમાં જોર શોર થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો રાત્રી સભાઓ પણ ગજવી રહ્યા છે.ત્યારે ભાજપ અને આમ આદમીની પાર્ટીની સભાઓમાં ભાજપ કરતા આમ આદમી પાર્ટી ની સભાઓમાં લોકો સ્વયંભૂ ઉમટી પડતા નજરે ચડે છે.
વિજાપુર ભાજપમાં ભાજપના જ કાર્યકરોમાં જ નારાજગી હોવાનું સપાટી પર આવ્યું છે. ત્યારે બીજી બાજુ રમણ પટેલ ની સંપત્તિને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચિરાગભાઈ પટેલ આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય અને સ્થાનિક ચહેરો છે જેને લઇને મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સામાજિક રીતે પણ ઉત્તમ પ્રતિભા ધરાવે છે. બીજી બાજુ ભાજપના શાસનમાં દેશમાં જે રીતે મોંઘવારી અને બેકારી વધી રહી છે તે જોતા મતદારોમાં પણ ભાજપ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં જે પેપર ફૂટવાની ઘટનાઓ થઈ અને યુવાનોના સપના રોળાયા એને લઈને પણ યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના યુવાનો ક્યાંક ને ક્યાંક પરિવર્તન ઝાંખી રહ્યા હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે આ વિસ્તારની જનતા કોને પસંદ કરશે?