Big Breaking : PM મોદીના માતા હીરાબા નું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
માતા હીરાબા એ 3:30 અંતિમ શ્વાસ લીધા
યુ.એન.મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
બે દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આવીને માતાના ખબર અંતર પૂછ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માતા સતાયુ હીરાબા ની તબિયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર મળતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી તાત્કાલિક દિલ્હીથી અમદાવાદ માતાને મળવા આવી પહોંચ્યા હતા અને માતા પાસે બેસીને સમય વિતાવ્યો હતો અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. ડોક્ટરો પાસેથી સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ માતા હીરાબાની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જાણ્યા પછી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થયા હતા.જોકે માતાની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચિંતા ના ભાવ તેમજ માતાના મમત્વ ની લાગણી સ્પષ્ટ થતી હતી.
ત્યારે તાજેતરમાં મળેલ અહેવાલ મુજબ, વડાપ્રધાનની માતા હીરાબાનું નિધન થયુ છે. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાનની માતા હીરાબાનું નિધન થયુ છે. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતુ કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં મૈને હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ
મોદીજીએ બીજા એક ટ્વીટ માં લખ્યું છે કે, જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ કરો, શુદ્ધતાથી જીવન જીવો, એટલે કે બુદ્ધિથી કામ કરો અને પવિત્રતાથી જીવન જીવો.
પરમ કૃપાળુ પરમાત્મા શતાયુ માતા હીરાબાના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુને પ્રાર્થના. ઓમ શાંતિ
મોર્નિંગ ન્યુઝ ફોકસ પરિવાર