Exclusive : સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આવ્યા આઘાતજનક સમાચાર : વાંચીને કહેશો ' ઓહ માય ગોડ ! "

Exclusive : સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આવ્યા આઘાતજનક સમાચાર : વાંચીને કહેશો ' ઓહ માય ગોડ ! "

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં ઇલેક્ટ્રોનિક બેટરી થી ચાલતા વાહનો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાજેતરમાં 50 જેટલી ઈ રીક્ષાઓ ચાર્જિંગ દરમિયાન સળગીને ખાસ થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ટૂરિસ્ટો માટે ચલાવાતી ઈલેક્ટ્રિક રિક્ષામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે કેવડિયામાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-રીક્ષામાં આગ લાગી હતી. જેના પગલે 20થી વધારે ઈલેક્ટ્રિક રીક્ષાઓ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. કેવડિયાને દેશનું સૌથી પહેલું ઈલેક્ટ્રિકલ વ્હીકલ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અહીં પિંક કલરની ઈ-રીક્ષાઓ સ્થાનિક મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. જે બાદ તરત જ ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને અન્ય કેટલીક ઈ-રીક્ષાઓને ત્યાંથી હટાવી લેવા વધુ મોટું નુકસાન થતા અટકાવી લીધું હતું.