સુરત : SMC કમિશ્નર શાલીની અગ્રવાલના હસ્તે ' સફાઈમિત્ર ' એવોર્ડ એનાયત કરાયો
Centre of Education Governance and Policy Foundation,Pune ધ્વારા સફાઈમિત્રોની સુરક્ષા પદ્ધતિઓનું મુલ્યાંકન કરવામાં આવેલ અને SafaiMitra-One Voice.Thousand Impact અંતર્ગત મ્યુ. કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલ IAS ના વરદહસ્તે સુમનપાને પ્રથમ સ્થાન એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ ,સુરત : મેન્યુઅલ સ્કેવેન્જર એકટ-૧૯૯૩ હેઠળ કોઈ પણ કામદારો ધ્વારા થતી મેન્યુઅલ ગટર સફાઈની કામગીરી પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે અને ગટર સફાઈ સાથે સંકળાયેલ કામદારોને રીહેબીલીટેટ કરવામાં પણ ભાર મુકવામાં આવેલ છે.
જેથી સુરત શહેરમાં ગટર સફાઈ કરતા અસંગઠિત કામદારો મશીનરી ધ્વારા જ ગટરની સફાઈ કરે તે સુનિચિત કરવા વિવિધ કાર્યવાહીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા ધ્વારા Emergency Sanitation Response Unit ૨૪ x ૭ વર્ષ ૨૦૨૧ થી કાર્યરત કરવામાં આવેલ છે .સુરત મહાનગરપાલિકા ધ્વારા ઘણા વર્ષો અગાઉથી વિવિધ ગટર સફાઈ માટેની મશીનરીઓ વાપરવામાં આવે છે અને હાલ બેન્ડીકુટ રોબોટ, ગલ્પર,ગ્રેબ બકેટ, સુપર સકર, રીસાઈકલ્સ,જેટીંગ મશીન જેવી કુલ-૧૭૨ ગટર સફાઈ માટેની મશીનરીઓ કાર્યરત છે. સુરત મહાનગરપાલિકા ધ્વારા હંમેશા નવી ટેકનોલજી તથા સારી આજીવીકા તરફ ભારણ આપી વિવિધ ક્ષેત્રોમાં કાર્યો કરવામાં આવેલ છે.
ભારત સરકારશ્રી ધ્વારા સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જ અંતર્ગત National Safai Karmacharis Finance & Development Corporation (NSKFDC) સંસ્થાની વિવિધ લોન અને બિન-લોન આધારિત યોજનાઓ મારફતે સમગ્ર દેશનાં સફાઈ કર્મચારીઓ, સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના સર્વાંગી સામાજિક—આર્થિક ઉત્થાન માટે સ્વચ્છતા ઉદ્યમી યોજના (SUY) તથા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ ફોર રીહેબીલીટેશન ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ (SRMS) જેવી યોજનાઓ મારફતે ગટર સફાઈની કામગીરી સાથે જોડાયેલા અસંગઠિત સફાઈ કામદારો અને વર્ષ-૧૯૯૩ થી ગટર સફાઈ દરમ્યાન મૃત્યુ પામેલ કામદારોના વારસદારો કે જે ગટર સફાઈની કામગીરી સાથે જોડાવવા ઈચ્છતા હોય,તેવોની પુનઃસ્થાપના / સ્વનિર્ભરતા તથા સારી આજીવિકા આપવાના ઉદ્દેશથી જરૂરી કાર્યવાહી હાથ ધરી, ગટર સફાઈની કામગીરી સાથે જોડાયેલા અસંગઠિત કામદારોના ઉત્થાન માટે કુલ–૨૪ (ચોવિસ) અરજદારોને જુદી-જુદી ૧૨(બાર) મશીનરીઓ લોનથી ઉપલબ્ધ કરાવવાની કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે.
શહેરોની ડ્રેનેજ સિસ્ટમ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગટર સફાઈ સાથે સંકળાયેલ સફાઈમિત્રોની સુરક્ષા,સર્વાંગી સામાજિક-આર્થિક ઉત્થાન માટે ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ધ્વારા ભારતભરના શહેરોમાં મેન્યુઅલ સ્કેવેન્જર એકટના અમલીકરણ, સફાઈમિત્રોની સુરક્ષા માટે ઉપયુકત સુરક્ષા સાધનો તથા સ્વચ્છતા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓનું મુલ્યાંકન કરવાની કામગીરી Centre of Education Governance and Policy (CEGP) Foundation, Pune ને સોપવામાં આવેલ. જે અન્વયે CEGP ના પ્રતિનિધિઓ ધ્વારા ડ્રેનેજ સિસ્ટમ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગટર સફાઈ સાથે સંકળાયેલ સફાઈમિત્રોની સુરક્ષા વિગેરેની સુરત મહાનગરપાલિકામાં કાર્યરત વિવિધ પદ્ધતિઓનું મુલ્યાંકન કરવામાં આવેલ અને તા. ૦૯/૧૦/૨૦૨૩ના રોજ SafaiMitra-One Voice Thousand Impact અંતર્ગત સુરત મહાનગરપાલિકાને પ્રથમ સ્થાન એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ છે.