Breaking : ઊંઝા નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેન નિમાયા, જાણો કોને કયુ ખાતું મળ્યું
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકા માં આજે વિવિધ કમિટીઓના ચેરમેનો નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ભાજપના વિજેતા બનેલા ૧૯ નગરસેવકો ને વિવિધ હોદ્દાઓ આપવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૧૯ નગરસેવકો ની જીત થઈ હતી અને આ ૧૯ નગરસેવકોને વિવિધ હોદ્દાઓ આપવામાં આવતાં ચૂંટાયેલા નગરસેવકોમાં પણ આનંદની લાગણી વ્યાપી છે. ત્યારે હવે ઊંઝા નગરપાલિકા 'સૌનો સાથ, સૌનો વિકાસ' સુત્રને સાર્થક કરવા માટે પ્રયત્નશીલ બનશે.
અત્રે નોંધનીય છે કે આ વખતે ઊંઝા નગરપાલિકા ની ચૂંટણી ખુબ જ રસપ્રદ બની હતી. જેમાં નગરપાલિકાના 9 વોર્ડમાં ૩૬ બેઠક ઉપર ભાજપે પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી. તો બીજી બાજુ કામદાર પેનલ દ્વારા પણ દરેક વોર્ડમાં પોતાના ઉમેદવારો નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપના 19 ઉમેદવારોની જીત થઇ હતી. જ્યારે કામદાર પેનલના 15 ઉમેદવારોની જીત થઇ હતી. જ્યારે બે બેઠકો પર અપક્ષ ઉમેદવારોની જીત થઇ હતી.
ભારતીય જનતા પાર્ટી દ્રારા ઊંઝા નગરપાલિકામાં સર્વાનુમતે નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ કમિટીના ચેરમેનોની યાદી
પ્રમુખ - રિન્કુબેન નિખીલકુમાર પટેલ (આગેવાન)
ઉપપ્રમુખ - અલ્પેશકુમાર ગુણવંતભાઈ પટેલ
દંડક - મહેશભાઈ અંબાલાલ પટેલ (મામુ)
પક્ષ ના નેતા - નર્મદાબેન જવાનજી ઠાકોર
ડિજીટલાઈઝેશન એન્ડ ટ્રાન્સપોટેશન કમિટી - દિક્ષિતભાઈ ઘનજીભાઈ પટેલ (DD)
ટાઉન પ્લાનિંગ કમીટી - નરેશભાઈ રામજીભાઈ પરમાર
કારોબારી કમીટી - પ્રિતેષકુમાર નરેશકુમાર પટેલ (વકીલ)
આરોગ્ય કમીટી - નયનાબેન ગુણવંતભાઈ પટેલ
જાહેર બાંઘકામ કમીટી - રાજેશકુમાર બાબુલાલ પટેલ
પાણી પુરવઠા કમીટી - હિરેનકુમાર દશરથભાઈ પટેલ (રામદેવ)
કાયદા કમીટી - કામિનીબેન મહેન્દ્રભાઈ સોલંકી
દૂઘ વિતરણ કમીટી - પ્રિયંકાબેન જતીનકુમાર પટેલ (LR)
નાણા કમીટી - તરલાબેન ભરતભાઈ મેવાડા
ગુમાસ્તાઘારા કમીટી - રાકેશભાઈ રતીલાલ પ્રજાપતિ (સતિયો)
ગટર કમીટી - જગદીશભાઈ હરગોવનભાઈ ચૌહાણ
જીમખાના કમીટી - હંસાબેન સુરેશભાઈ પટેલ
દીવાબત્તી કમીટી - કિન્નરીબેન મહેશભાઈ પટેલ
યુવા સાંસ્કૃતિક કમીટી - કૃપાબેન જયકુમાર રાવલ
એપીએમસી પ્રતિનિધિ - દક્ષાબેન અશ્વિનભાઈ પટેલ