Factcheck : શ્વાન નો શિકાર કરતો મગરનો વિડીયો સુરતની તાપી નદી નો હોવાનો દાવો કેટલો સાચો ? ખરેખર આ વીડિયો ક્યાંનો છે ? જાણો સત્ય
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સુરતના વરાછા વિસ્તારમાં તાપી નદીમાં એક મગર એ શેરીના કૂતરા નો શિકાર કર્યો હતો. તાપી નદીમાં સ્નાન કરનાર જરા ચેતજો. પરંતુ આ વિડીયોની ખરેખર સત્યતા તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિડીયો સુરતની તાપી નદીનો નથી. ત્યારે સવાલ એ થાય કે આ વિડીયો ક્યાંનો હશે ?
પ્રાપ્ત વિગતો અનુસાર આ વાયરલ વીડીયો રાજસ્થાનના કોટાનો છે,જેમાં એક મગરે શેરીના શ્વાનને પોતાનું શિકાર બનાવી લીધું છે. સામે વિશાળકાય મગર દેખાતા લોકોના હોશ ઉડ્યા હતા. તળાવ કિનારે ઉભેલા શ્વાનને જોતા જ મગર તળાવના કિનારાની એકદમ નજીક આવી શ્વાનનો શિકાર કરીને પાછો તળાવમાં જતો રહે છે. જોકે આ વિડીયોમાં જે હોડી દેખાઈ રહી છે તે હોડી ઉપર લખેલું લખાણ તેમજ વિડીયોમાંથી આવતો અવાજ સાંભળીને પણ જાણી શકાય છે કે આ વિડીયો સુરત ની તાપી નદીનો નથી હકીકતમાં આ વિડીયો રાજસ્થાન ના કોટા નો છે. અત્રે નોંધનીય છે કે તાપી નદીમાં પણ મગર હોવાની વાત છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ આ વિડીયો સુરતની તાપી નદીનો નથી.