" શતરંજ નું જ્ઞાન ન હતું એટલે થાપ ખાઈ ગયો, સાહેબ લોકો ચાલ ચાલ્યા અને હું એને સંબંધ સમજી બેઠો."

" શતરંજ નું જ્ઞાન ન હતું એટલે થાપ ખાઈ ગયો, સાહેબ લોકો ચાલ ચાલ્યા અને હું એને સંબંધ સમજી બેઠો."

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા )   :  ગઈકાલે આવેલા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટણીના પરિણામોમાં સર્વત્ર ભાજપ છવાઈ ગયું છે. જોકે કેટલાક ઠેકાણે માનવામાં ન આવે એવા ભાજપના પાયાના કાર્યકરોએ હારનો સામનો કરવો પડ્યો છે. જો કે ભાજપને જીતાડવા કામે લાગેલા પાયાના આ કાર્યકરોએ પોતાની જીત થશે કે નહીં એની પરવા કર્યા વગર ભાજપને જીતાડવા નો પ્રયત્ન કર્યો અને એમાં ક્યાંક પોતે હારી ગયા.

જ્યારે પરિણામ આવ્યા ત્યારે આવા લોકપ્રિય કાર્યકરોની હાર ના સમાચાર સાંભળતાની સાથે જ થોડોક સમય માટે તેમના સમર્થકોને ભારે આંચકો લાગ્યો. જો કે આ લોકો ચૂંટણી ભલે હારી ગયા પણ લોકોના દિલ તેમણે જીતી લીધા છે.

ઊંઝા નગર પાલિકાના ચૂંટણી પરિણામોમાં ભાજપના શહેર કાર્યકારી પ્રમુખ હિતેશ પટેલ(HH) પોતે નગરપાલિકાની ચૂંટણી હારી ગયા છે. જો કે ભલે તેઓ ચૂંટણી હારી ગયા હોય પરંતુ લોકોના દિલ તો એમણે જીતી લીધા છે. હિતેશ પટેલ ઊંઝામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. જો નગરપાલિકાની ચૂંટણીમાં તેમની જીત થઈ હોત તો તેઓ પ્રમુખ પદના મજબૂત દાવેદાર ગણાતા હતા.

જોકે હિતેશ પટેલે હારનું દર્દ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખેલી એક પોસ્ટ દ્વારા વ્યક્ત કર્યું છે.જેમાં તેમણે લખ્યું છે કે, " શતરંજ નું જ્ઞાન ન હતું એટલે થાપ ખાઈ ગયો, સાહેબ લોકો ચાલ ચાલ્યા અને હું એને સંબંધ સમજી બેઠો." હિતેશ પટેલની આ પોસ્ટ કોના તરફ ઈશારો કરી જાય છે એને લઈને ચર્ચાઓ જાગી છે.