ભાજપના આ ધારાસભ્યએ નગર પાલિકાના ચૂંટણી પરિણામોને લઈ નવો ઇતિહાસ સર્જ્યો : અત્ર, તત્ર,સર્વત્ર ભગવો લહેરાવ્યો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : તાજેતરમાં આવેલા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામોમાં દરેક ઠેકાણે ભાજપનો દબદબો રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિ નું કેન્દ્ર ગણાતા ઊંઝામાં પહેલીવાર નગરપાલિકાના પરિણામોમાં ભાજપના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના નેતૃત્વમાં એક નવો ઇતિહાસ સર્જાયો છે.
ઊંઝા નગરપાલિકા માં આજ દિન સુધી ક્યારેય ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. નગરપાલિકામાં દરેક વખતે અપક્ષોનું જ વર્ચસ્વ રહ્યું છે. પરંતુ આ વખતે નગરપાલિકાની ચૂંટણી ભાજપના શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો.આશાબેન પટેલના નેતૃત્વમાં લડાઈ હતી. શરૂઆતથી જ રાજકીય આવડત ધરાવતા ડો. આશાબેન પટેલ ના ટિકિટ ફાળવણી થી ચૂંટણી લડવા સુધીના માઈક્રો પ્લાનિંગ ને કારણે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.
નગરપાલિકાની ૩૬ બેઠકો પર આ વખતે ભાજપે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં શરૂઆતથી જ મતદાન પહેલાં જ બે બેઠકો બિનહરીફ થઇ ગઇ હતી જે ભાજપ માટે એક શુભ સંકેત હતો. નગરપાલિકાની ૩૬ બેઠકોમાંથી ૧૯ ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. તો 15 સીટ પર કામદાર પેનલ અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે. અત્રે નોંધનીય છે કે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં હવે નગરપાલિકામાં ભાજપ સત્તાનું સુકાન સંભાળશે.