ઊંઝા : શ્રી સ્વામિનારાયણ મંદિર મા 11,111 બીજમંત્રના હોમાત્મક અનુષ્ઠાનનુ ભવ્ય આયોજન
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝામા બ્રાહ્મણ શેરી વિસ્તારમા આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ની નૂતન જગ્યામાં સૌ પ્રથમ વાર ભગવાન શ્રી સ્વામિનારાયણ ના સમકાલીન સંત શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા જનકલયાણ અર્થ રચિત મહા પ્રતાપી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના વૈદિક બીજમંત્ર નુ હોમાતમક અનુષ્ઠાન નુ આયોજન ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિર ના. સ્થાનિક સંતો શ્રી શાસ્ત્રી સ્વામી અનુપમ દાસજી તથા શાસ્ત્રી સુજ્ઞેશ સ્વામી ની પ્રેરણા અને આશીર્વાદ થી તથા મંદિર ના સમૂહ યજમાનશ્રી ઓ દ્વારા ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા ઉમરેઠ થી પધારેલા યજ્ઞના આચાર્ય શ્રી મીતુલ ભાઈ શુક્લ તથા વિદ્વાન ભૂદેવો દ્વારા 11,111 બીજમંત્રો નુ હોમાતમક અનુષ્ઠાન કરાવશે.આ હોમાતમક યજ્ઞ નુ આયોજન તારીખ -1-8-2023 થી તારીખ-6-8-2023 સુધી યોજાશે.
દર્શન નો સમય - સવારે 8-00 થી 12-00
સાજે-4-00 થી 7-00 સુધી
જેમા ખાસ જણાવવાનુ કે યજમાનશ્રીઓ ના કલ્યાણ અર્થ એક વિશેષ આયોજન જેમા પંચ દિનાતમક શ્રીમદ ભાગવત કથા તારીખ 6-8-2023 થી તારીખ 10-8-2023 સુધી છે.
કથા નો સમય - સાંજે -4-00 થી. -7-00
કથાના સુપ્રસિદ્ધ વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી કુંજ વિહારી દાસજી (મહંત, સિધ્ધપુર), સદગુરૂ શાસ્ત્રી સ્વામી સત્સંગ સાગર સવામી(મૂળી). કથા શ્રવણ અને દેવ દર્શન કરવા યજમાનશ્રીઓ તેમજ ઊંઝા નગર તથા આજુબાજુ ગામની ધર્મપ્રેમી જનતા ને જાહેર આમંત્રણ છે.