ઊંઝા : ભાજપને અવગણના ભારે પડી : જીત્યું કોંગ્રેસ પણ જશ મળ્યો અપક્ષને, જાણો શુ છે સમગ્ર મામલો

ઊંઝા : ભાજપને અવગણના ભારે પડી : જીત્યું કોંગ્રેસ પણ જશ મળ્યો અપક્ષને, જાણો શુ છે સમગ્ર મામલો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પરિણામો આવવાના શરૂ થયા છે. જેમાં ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસની તો વળી ક્યાંક નગરપાલિકામાં કામદાર પેનલ ના ઉમેદવારો જીત્યા છે. ઊંઝા નગરપાલિકા માં વોર્ડ નંબર બે માંથી અપક્ષ ઉમેદવાર ભાવેશ પટેલ નો વિજય થયો છે.

તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપે કેટલાંક ઠેકાણે સીટો ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં ક્યાંકને ક્યાંક ભાજપે ટિકિટોની ફાળવણી માં આડેધડ ઉમેદવારો ઉભા રાખ્યા હતા.જેથી ભાજપને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે ઊંઝા તાલુકા ની કામલી પર ભાજપના ઉમેદવાર પ્રત્યે શરૂઆતથી જ લોકોમાં ભારે રોષ હતો. કારણકે આ સીટ પર ભાજપના અનેક દાવેદારો ની અવગણના કરીને ટિકિટ ફાળવવામાં આવી હતી જેથી કામલી સીટ પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો.

કામલી સીટ પર કોંગ્રેસમાંથી અરવિંદભાઈ પટેલ અને અપક્ષમાંથી મૌલિક પટેલે તો ભાજપ માંથી ગિરીશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જોકે કામલી સીટમાં જગનાથપુરા ગામની ભાજપ દ્વારા સતત વર્ષોથી અવગણના કરવામાં આવી રહી હતી. જેથી જગન્નાથપુરાના મૌલિક પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.  જેથી ભાજપને નુકશાન જતાં કામલી સીટ પર ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસનો વિજય થયો છે.